મોરબીમાં સવારથી બપોર ના બે વાગ્યા સુધી માં અવિરત વરસાદ વરસ્યો હતો જેના પગલે હળવદ મોરબી અને માળીયા ના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે હળવડન મેરૂપર શિરોહી ચરડવા ટિકર સહિતના આજુબાજુના 40 ગામોમાં વરસાદ નોંધાયો છે તો મોરબી શહેરમાં પણ વરસાદ પડતાં ઇન્દિરા નગર ના વિસ્તા રમાં વરસાદ ના પાણી ભરાયા હતા જેના લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે જેના પગલે તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે અને મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતની ટીમ પહોચી પાણી કાઢવા કવાયત હાથ ધરી છે હાલ ઇન્દિરા નગરના રહેવાસીઓ હોડી મારફતે અંદરથી અવર જવાર કરી લોકોને બહાર કાઢી રહ્યા છે.