Sunday, November 24, 2024
HomeGujaratમોરબી:શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરવાના બહાને વેપારી યુવક સાથે ૧.૭૬ કરોડ કરતા વધારેની...

મોરબી:શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરવાના બહાને વેપારી યુવક સાથે ૧.૭૬ કરોડ કરતા વધારેની છેતરપિંડી

આરોપીઓએ અલગ અલગ ૧૦ બેંકના ખાતા ધારકના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી સમગ્ર કારસ્તાનને અંજામ આપ્યું

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વધુ એક યુવાન શેરબજારમાં સારો નફો કમાવવાની લાલચમાં છેતરપિંડીનો શિકાર બન્યો હતો. જેમાં શેરબજારમાં વધુ સારો નફો કમાવવાની લાલચે ઓનલાઈન રોકાણ કરવાના બહાને યુવકને કુલ રૂ.૧,૭૬,૪૨,૫૮૦/- ગુમાવવાનો વારો આવ્યો હતો. યુવકને અજાણ્યા નંબરમાંથી ફોન કોલ આવ્યા બાદ શેર બજારમાં સારો નફો કમાવી આપવાની લોભવણી લાલચ આપી વિશ્વાસ કેળવી અલગ અલગ ૧૦ બેંકમાં અલગ અલગ ખાતા ધરાકના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી યુવકને પોતાની બિછાવેલ જાળમાં ફસાવી દઈ રૂ.૧.૭૬ કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. હાલ ભોગ બનનાર યુવક દ્વારા આરોપી બે મોબાઇલ નંબર ધારક તથા ૧૦ જેટલા બેંક ખાતા ધારક સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા વેપારી યુવક જયદીપભાઇ ગોરધનભાઇ આદ્રોજા ઉવ.૩૧ એ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આરોપી તરીકે વ્હોટ્સએપ નંબર (૧)૮૮૮૬૭ ૪૦૭૭૫ના ધારક (૨)૬૩૫૯૫ ૨૪૪૬૧ના ધારક (૩)જન સ્મોલ ફાયનાન્સ બેંકના એકાઉન્ટ નંબર 4524029725677972 ધારક (૪)પંજાબ નેશનલ બેંક એકાઉન્ટ નંબર 8675002100001307 ધારક (૫)પંજાબ નેશનલ બેંક એકાઉન્ટ નંબર 2432002105255537 ધારક (૬)એચડીએફસી બેંક એકાઉન્ટ નંબર 50200046878272 ધારક (૭)જન સ્મોલ ફાયનાન્સ બેંક એકાઉન્ટ નંબર 4747020001074376 ધારક (૮)પંજાબ નેશનલ બેંક એકાઉન્ટ નંબર 6099002100010158 ધારક (૯)એયુ સ્મોલ બેંક એકાઉન્ટ નંબર 2111257435959841 ધારક (૧૦)યુકો બેંક એકાઉન્ટ નંબર 01260210006108 ધારક (૧૧)ઇન્ડ્સઇન્ડ બેંક એકાઉન્ટ નંબર 201002743173 ધારક (૧૨)એસબીઆઈ બેંક એકાઉન્ટ નંબર 00000042774102771 ધારક (૧૩)આઇસીઆઇસીઆઇ બેંક એકાઉન્ટ નંબર 649605500252 વાળા ધારક તથા તપાસમાં ખુલે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત આરોપીઓએ કાવતરૂ રચી જયદીપભાઈને શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી જયદીપભાઈનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટુ નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને જયદીપભાઈ પાસે ગત તા.૦૩ એપ્રિલ ૨૦૨૪ થી તા.૨૨ મે ૨૦૨૪ દરમ્યાન કુલ રૂ. ૧,૭૬,૪૨,૫૮૦/- જુદા જુદા બેંક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ જયદીપભાઈના નાણા આજદીન સુધી પરત નહી આપી વિશ્વાસધાત છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા હાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!