Saturday, June 14, 2025
HomeGujaratમોરબી: પોલીસને દૂરથી આવતી જોઈ, વિદેશી દારૂથી ખીચોખીચ ભરેલ કાર મૂકીને બુટલેગર...

મોરબી: પોલીસને દૂરથી આવતી જોઈ, વિદેશી દારૂથી ખીચોખીચ ભરેલ કાર મૂકીને બુટલેગર નાસી ગયો.

મોરબી શહેરના રવાપર રોડ કાયાજી પ્લોટ શેરી નં. ૫ માં પોલીસ ટીમને દૂરથી આવતી જોઈ બુટલેગર વિદેશી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર ચાલુ હાલતમાં મૂકીને નાસી ગયો હતો, જ્યારે કારની તલાસી લેતા તેમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૬૫૭ નંગ બોટલ કિ.રૂ.૨.૬૮ લાખ મળી આવી હતી, જેથી પોલીસે વિદેશી દારૂ તથા કાર સહિત ૬.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે લઈને ફરાર આરોપીને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે જોન્સનગરમાં રહેતો શાહરૂખ બુચડ સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરે છે, જે હાલ કાયાજી પ્લોટ શેરી નં.૫ માં હોય જેથી તુરંત પોલીસ ટીમ ઉપરોક્ત સ્થળે જવા રવાના થયા હતા, જ્યાં દૂરથી પોલીસને આવતી જોઈ કાર ચાલક પોતાની કાર ચાલુ રાખી નાસી ગયો હતો, ત્યારે પોલીસ દ્વારા તેની પાછળ દોટ લગાવી હોય પરંતુ અંધારાનો લાભ લઈને આરોપી નાસી છૂટ્યો હતો, જ્યારે આરોપી દ્વારા રેઢી મુકેલી સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૧૩-એનએન-૫૦૦૬ માંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની નાની-મોટી ૬૫૭ નંગ બોટલ કિ.રૂ.૨,૬૮,૩૮૦/- મળી આવી હતી, આ સાથે પોલીસે સ્વીફ્ટ કાર તથા વિદેશી દારૂ સહિત ૬,૬૮,૩૮૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી શાહરુખ ઈકબાલભાઈ બુચડ રહે. મોરબી લાતી પ્લોટ જોન્સનગર વાળાને આ કેસમાં ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!