મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી ગામથી મોઢેશ્વર મહાદેવ મંદિર વાળા કાચા રસ્તા ઉપર આવતા જ્યાં ડબલ સવારી જયુપીટર મોપેડ રજી.નં. જીજે-૩૬-એએન-૫૪૯૦ માં આવતા હોય ત્યારે પોલીસને દૂરથી આવતી જોઈ બુટલેગર કિશન છગનભાઇ ડાભી તથા સાજીદ ઉર્ફે ટેણી બન્ને રહે. મોરબી વાળા જયુપીટર રેઢું મૂકીને નાસી ભાગી ગયા હતા. ત્યારે પોલીસે મોપેડની તલાસી લેતા તેમાંથી ૮પીએમ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૧,૧૦૦/-મળી આવી હતી. જેથી પોલીસે મોપેડ તથા દારૂ સહિત રૂ.૩૬,૧૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી નાસી ગયેલ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.









