સીમા જાગરણ મંચ મોરબી દ્વારા રાષ્ટ્ર આરાધન થી સીમા સંવર્ધન વિષય પર “રાષ્ટ્ર આરાધન” કાર્યક્રમનું આયોજન તા. ૦૫-૦૪-૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે શ્રી સ્વામી નારાયણ ગુરુકુળ માળિયા બાયપાસ રોડ મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં પૂજ્ય નિર્ગુણજીવન સ્વામી આશીર્વચન આપશે….
સીમા જાગરણ મંચ મોરબી દ્વારા રાષ્ટ્ર આરાધન થી સીમા સંવર્ધન વિષય પર “રાષ્ટ્ર આરાધન” કાર્યક્રમનું આયોજન તા. ૦૫-૦૪-૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે શ્રી સ્વામી નારાયણ ગુરુકુળ માળિયા બાયપાસ રોડ મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં પૂજ્ય નિર્ગુણજીવન સ્વામી આશીર્વચન આપશે. જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. સંજીવભાઈ ઓઝા, મા વિભાગ સંધચાલકજી રાજકોટ, R.S.S પૂર્વ કુલપતિ આયુર્વેદ વિશ્વ વિદ્યાલય જામનગર ઉપસ્થિત રહેશે. કે.બી. ઝવેરી, કલેકટર, મોરબી, પ્રતિપાલસિંહ ઝાલા, DYSP મોરબી, દિલુભા જાડેજા, જયદીપ એન્ડ કંપની, તેમજ જીવણભાઈ આહિર ગુજરાત, સૌરાષ્ટ્ર સંયુક્ત પ્રાંત સંયોજક સીમા જાગરણ મંચ વિશેષ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સંયોજક રમેશભાઈ કૈલા અને કાર્યક્રમ સહ સંયોજક આર્યનભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહેશે. જે કાર્યક્રમમાં ગોષ્ઠિમાં પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું છે.