Sunday, November 24, 2024
HomeGujaratમોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા વૃદ્ધાવસ્થા દરમિયાન થતા રોગ વિશે પ્રશ્નોતરી સાથે...

મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા વૃદ્ધાવસ્થા દરમિયાન થતા રોગ વિશે પ્રશ્નોતરી સાથે વ્યાખ્યાનનો કાર્યક્રમ સંપન્ન

રાજકોટ ગેમઝોન, હાથરસ તથા લુણવાના દુર્ઘટનાના સદગતોને શ્રદ્ધાંજલિ અપાઈ

- Advertisement -
- Advertisement -

મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલ દ્વારા તા. ૦૭ જુલાઈ રવિવારના રોજ ધન્વંતરિ ભવન કાયાજી પ્લોટ મોરબી ખાતે સિનિયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ર્ડો. લહેરુ સાહેબના અધ્યક્ષ સ્થાને વૃધ્ધાવસ્થા દરમિયાન થતા રોગો વિશે નિષ્ણાંતો દ્વારા પ્રશ્નોતરી તથા વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે અગાઉ રાજકોટ ગેમઝોન, હાથરસ તથા લુણાવાણાની કરુણાંતિકામાં મૃત્યુ પામેલા જીવાત્માને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ પોતાની વિશેષ હાજરી આપી હતી.

મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૃદ્ધાવસ્થા દરમિયાન થતા રોગો વિશેની વિસ્તૃત માહિતી તથા જાણકારી આપવા માટે આ કાર્યક્રમમાં જેરીઆટિંગ સ્પેશિયાલિસ્ટ(વૃદ્ધ રોગ નિષ્ણાંત) ર્ડો. પુનિતભાઈ પડસુંબિયા દ્વારા જનરલ વેલડયુગ ઉપર પ્રશ્નોતરી સાથે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં રોગના પ્રકારો, રોગનું કારણ અને તેના નિવારણ વિશે આવશ્યક માહિતીઓ આપી પૂછવામાં આવેલ પ્રશ્નોતરી દ્વારા રોગ અને તેના ઉકેલ વિશે સમાજ આપવામાં આવી હતી.

મોરબી સિનિયર સીટીઝન કાઉન્સિલ દ્વારા આયોજિત કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવા આવનાર સદસ્યોની આવકારવિધિ સાથે સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન સદગત પામેલા સદસ્યો અને સ્વજનો તેમજ રાજકોટ ગેમઝોન, હાથરસ અને લૂણાવાણાની કરુણ ઘટનામાં સદગત થયેલ જીવાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પોતાની સવિશેષ ઉપસ્થિતિમાં પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં ભૂજથી આવેલ પ્રતાપભાઈ જોષી, ડૉ.એમ.ડી. જાડેજા, વકિલ જગદીશભાઈ ઓઝા, ડો.ભાલોડિયા સાહેબ અને સિનિયર સિટીઝન કાઉન્સિલ – મોરબીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વ્યાખ્યાન બાદ અગ્રણી ઉદ્યોગપતિ ચુનિભાઈ રાજપરા દ્વારા ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.

આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ડૉ ભાવેશ જેતપરિયાએ કરી હતી. ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, પ્રાણજીવન રાંકજાસાહેબ, પ્રિ. કુંડારિયાસાહેબ, લક્ષ્મણભાઈ દેત્રોજા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!