મોરબીની સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા આગામી તા.4-08-2025ના રોજ શ્રાવણ માસ નિમિત્તે “શિવમહિમા વ્યાખ્યાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રખર ભાગવતાચાર્ય પૂ. કિશોરઅદા પાઠક દ્વારા શિવત્વ, ધર્મ અને આધ્યાત્મ વિષયક પ્રવચન આપશે.
મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશનના પ્રમુખ ડો. બી.કે. લહેરુની પ્રેરણાથી શ્રાવણ માસના પાવન અવસરે શિવત્વના અધ્યયન માટે ઓળખાતા ભાગવતાચાર્ય પૂ. કિશોરઅદા પાઠકના શિવમહિમા વિષયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સોમવાર ૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સાંજના ૪ થી ૭ વાગ્યા દરમ્યાન મહાવીર સોસાયટી, નવા બસસ્ટેશન સામેના જાહેર પ્લોટમાં યોજાશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન ડો. ભાવેશ જેતપરિયા કરશે. ધર્મ, શિવત્વ અને આધ્યાત્મિક ઊંડાણના વિષયો ઉપર પોતાની આગવી સંગીતમયી શૈલીમાં વ્યાખ્યાન આપતા અને શિવત્વના અધ્યયન માટે પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂ. કિશોરઅદા પાઠકના પ્રવચનથી શ્રાવણ માસની શોભા વધારવા માટે મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે સિનિયર સિટીઝન ફાઉન્ડેશન- મોરબીના પ્રમુખ ડો. બી.કે. લહેરુ, મહામંત્રી મહેશભાઈ બી.ભટ્ટ, ઉપપ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા, કાર્યક્રમના પ્રેરક નરેન્દ્રભાઈ મહેતાએ સત્સંગી ભાવિકો તેમજ શહેરના તમામ વડીલ નાગરિકો અને ધાર્મિક રસ ધરાવતા લોકોને વ્યાખ્યાનમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે