મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂબેરભાઈ મન્સૂરી નામનાં ઇસમે શ્રી જી ટ્રાવેલ્સ મોરબીની બસમાં સુરતથી ગાંજાનો જથ્થો(પાર્સલ) દિનેશભાઈના નામથી મંગાવી લેવા આપવા પોલીસે પકડી લેતા અહેમદ મેમણે મંગાવ્યાનું જણાવતા ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવી હતી. જે કેસ મોરબીના સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપી જુબેર મન્સૂરીને નિર્દોષ છોડી મૂકવાનો અને આરોપી અહેમદ મેમણને દસ વર્ષની સખત કેદની સજા અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ફરીયાદીએ તા. ૦૬-૧૦-૨૦૧૯ ના રોજ ફરીયાદ આપી હતી કે આરોપી જૂબેરભાઈ અબ્દુલભાઈ મન્સૂરીએ અહેમદ ઉર્ફે આમદો ઉર્ફે ભૂરો સતારભાઈ મેમણે ના કહેવાથી શ્રી જી ટ્રાવેલ્સ મોરબીની બસમાં સુરતથી ગાંજાનો જથ્થો(પાર્સલ) મંગાવી જે ગાંજાનું પાર્સલ દિનેશભાઈના નામથી મંગાવી જૂબેરભાઈ મન્સૂરીએ શ્રીજી ટ્રાવેલ્સની ઓફીસે લેવા જતા દિનેશભાઈના નામનું પાર્સલ માંગતા પાર્સલ ઉપર અંગ્રેજીમાં DNB લખેલ હોય જે DNB લખેલ પાર્સલ શ્રીજી ટ્રાવેલ્સની ઓફીસેથી મેળવી તા.૦૫-૧૦-૨૦૧૯ ના રોજ ૫ વાગ્યે શેરી નં.૬ ના ખુણેથી લઈ નીકળતા પડકાઈ જતા તેની પાસેથી ગાંજો ૨૦ કિ.ગ્રા. ૨૪૫ ગ્રામ કિંમત રૂા.૧,૨૧,૪૭૦/- નો તથા એક મોબાઈલ સાથે ગેરકાયદેસર પાસ પરમીટ આધાર પકડી પાડયો હતો. ગાંજાનો જથ્થો આરોપી અહેમદ મેમણે નાસતા ફરતા અજાણ્યા આરોપી પાસેથી સુરતથી ગાંજાનો જથ્થો મેળવી જે ગાંજાનો જથ્થો સુરતથી શ્રીજી ટ્રાવેલ્સમાં મોકલતા ગુનો કરેલાની ફરીયાદ મોરબી સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન સેકન્ડ ગુના રજી. નં. ૩૯૦૨/૨૦૧૯ થી ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસ મોરબીના સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જે કેસમાં આરોપી વિરૂદ્ધ મૌખિકમાં ૨૦ અને દસ્તાવેજી ૪૯ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જે કેસમાં સમગ્ર દલીલોને ધ્યાનમાં રાખી આરોપી જુબેરભાઈ અબ્દુલ ભાઈ મનસુરીને ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ-૨૩૫(૧) (બી.એન.એસ.એસ.ની કલમ-૨૫૮ (૧)) ની સાથે વાંચતા કલમ-૩૦૬(૪)(ખ) (બી.એન. એસ. એસ.ની કલમ-૩૪૩) અન્વયે સ્પે. એન.ડી.પી.એસ. કેસ નં.૦૧/૨૦૧૯,એન.ડી.પી.એસ. એકટ ૧૯૮૫ ની કલમ-૨૦ (બી) ની સાથે વાંચતા કલમ-૨૯ હેઠળ શીક્ષાપાત્ર ગુના અંર્તગત છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે આરોપી અહેમદ ઉર્ફે આમદો ઉર્ફે ભુરો સતારભાઈ મેમણને સ્પે. એન.ડી.પી.એસ. કેસ નં.૦૧/૨૦૧૯,એન.ડી.પી.એસ. એકટ ૧૯૮૫ ની કલમ-૨૦(બી) ની સાથે વાંચી કલમ-૨૯ મુજબના શીક્ષાપાત્ર ગુના અન્વયે ૧૦ (દસ) વર્ષની સખત કેદની સજા અને રૂા.૫૦,૦૦૦/-(અંકે રૂપીયા પચાસ હજાર પુરા) નો દંડ અને આરોપી જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ ૦૧ (એક) વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ જુબેરને તાત્કાલિક જેલ મુક્ત કરવા હુકમ કર્યો છે. જેલમુકત થયે દિન-૫ માં ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ-૪૩૭(એ) (ભારતીય નાગરીક સુરક્ષા સં હિતાની કલમ-૪૮૧) મુજબ, અપીલ કોર્ટમાં હાજર રહેશે. તેની ખાતરી આપતા છ માસના સમય ગાળા માટેના આરોપીએ રૂા. ૨૫,૦૦૦/- (અંકે રૂપીયા પચ્ચીસ હજાર પુરા)ના જામીન તથા તેટલી જ રકમના જાતમુચરકા રજુ કરવા હુકમ કરાયો, ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ-૪૨૮ (બી.એન.એસ.એસ.ની કલમ-૪૬૮) ની જોગવાઈ મુજબ, આ કામના આરોપી જેટલો સમય કાચા કામના કેદી તરીકે જેલમાં રહયા હોય, તેટલો સમય તેમને સજામાં મજરે આપવાનો હુકમ કરવામાં આવે છે. તેમજ મુદ્દામાલ અંગે ખરાઈ કરી પરત આપવાનો હુકમ આજરોજ ખુલ્લી અદાલતમાં મોરબી સેશન્સ જજ મહીડા દિલીપ પી દ્વારા વાંચી સંભળાવવામાં આવ્યો છે.