મોરબીમાં વર્ષ ૨૦૧૬માં બનેલ દુષ્કર્મનાં ગુન્હામાં મોરબી સેસન્સ કોર્ટે એક આરોપીને ૧૦ વર્ષની કેદની સજા તથા ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે. જયારે અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ છોડ્યા છે.
આ બનાવની તે સમયે નોંધાયેલ ફરિયાદ મુજબ ,નવા ઇસનપુર ગામના તે સમયના ઉપસરપંચ ચંદુભાઇ જેરામભાઇ પરમાર નામના આરોપીએ અવાર-નવાર ફરીયાદી મહિલા સાથે તેની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધી તે અંગે કોઇને વાત કરી છે તો મા-બાપ તથા ભાઇને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી તથા તા.૨૭/૦૪/૨૦૧૬ના રાત્રીના સાડા નવેક વાગ્યાના વખતે આરોપી ચંદુભાઇ જેરામભાઇ તથા આરોપી ધીરજ પોપટભાઇ એમ બંને જણા મહિલાનાં ઘરે એકલી હોય એકલતાનો લાભ લઇ ફરીયાદીના ઘરમા ગેર કાયદેસર પ્રવેશ કરી ધીરજના મકાનના દરવાજે જઇ ધ્યાન રાખવા ઉભો રહેલ અને ચંદુભાઇએ ફરીયાદીને બાવડુ પકડી બળ જબરી કરી ઓશરીમા લઇ જઇ નીચે સુવડાવી દઇ ફરીયાદીની મરજી વિરૂધ્ધ મોઢે ગુંગો દઇ શારીરીક સબંધ બાંધી દરમ્યાન સાહેદ આવી જતા સાહેદને આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.
જેને લઈ પોલીસે આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કરી કાર્યવાહી હાથ ધરી હતી.બાદમાં આજ રોજ આ કેસ મોરબી સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ૧૯ મૌખિક પુરાવા અને ૨૬ દસ્તાવેજી પુરાવા ને આધારે અને સરકારી વકીલ સંજયભાઈ દવે,વિજયભાઈ જાની અને નિરજભાઈ કારીયા ની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી ચંદુભાઇ જેરામભાઇ પરમારને આરોપી જાહેર કરી તેને ૧૦ વર્ષની કેદની સજા તથા ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો.જ્યારે અન્ય ત્રણ આરોપી ધીરજ પોપટ પરમાર,મહીપત જેરામ પરમાર અને હસમુખ મોહન પરમાર ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.