પહલગામ કશ્મીર ખાતે આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ રાજ્યના ૨૭ લોકોના મોત થયા છે. જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત થયા હતા.
જેમાં નિર્દોષ મૃત્યુ પામેલ પિતા-પુત્રની અંતિમ યાત્રામાં શ્રદ્ધાંજલી આપવા માટે ભાવનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી તેમજ મોરબીના સેવાભાવી યુવાન અજય લોરીયા તેમજ ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશન ટીમ પહોંચી હતી. અંતિમ યાત્રામાં સાથે જોડાઈને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.