Tuesday, April 1, 2025
HomeGujaratમોરબી:ત્રાજપર ચોકડીથી ગુમ થયેલા બાળકનું માતા-પિતા સાથે પુનઃમિલન કરાવતી શી ટીમ

મોરબી:ત્રાજપર ચોકડીથી ગુમ થયેલા બાળકનું માતા-પિતા સાથે પુનઃમિલન કરાવતી શી ટીમ

મોરબી: શહેરમાં ત્રાજપર ચોકડી નજીકથી આશરે ૫ વર્ષીય ગુમ થયેલા બાળકને તેમના માતા-પિતા સાથે મિલન કરાવવામાં મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનની “SHE TEAM” ને સફળતા મળી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય, ત્યારે આશરે બપોરે ૩ વાગ્યાના સુમારે ત્રાજપર ચોકડી પાસે એક અંદાજે ૫ વર્ષનું બાળક રડતી હાલતમાં મળી આવ્યું હતું. જો કે, નજીકમાં તેના કોઈ વાલીવારસ ન દેખાતા પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક બાળકને સંભાળી લઈ, આસપાસ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક પ્રયાસો છતાં બાળકના વાલી-વારસ મળી ન આવતા, બાળકને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યું અને ત્યાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની ‘સી ટીમે’ બાળકનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરી હતી, સી ટીમના સ્ટાફે ગુજરાતીમાં બોલતા બાળકને કાલીધેલી ભાષા આધારે સમજવાનો પ્રયત્ન કરી અને બાળકને સાથે રાખી તેના વાલીને શોધવા કવાયત કરી ખુબજ ટુંકા સમયમાં મોરબી ઇન્દીરાનગરમાં રહેતા નવઘણભાઇ સુંદરજીભાઇ ધોળકિયા ઉવ.૨૯ રહે.મોરબી-૨ વાળાને શોધી ખાત્રી કરી અને મળી આવેલ બાળક ઉવ.૫ વાળાને તેના માતા પિતાને સોંપી આપેલ હતો, બીજીબાજુ બાળકના માતા પિતા તેના બાળકને શોધતા હોય ત્યારે બાળક મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો, આમ એક બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવવામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસની શી ટીમને સફળતા મળેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!