મોરબી શહેરના નવલખી ફાટક પાસે રેલ્વે ટ્રેક નજીક પાણીના ખાડામાં મૂળ મધ્યપ્રદેશના વતની યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે સ્થળ ઉપર પહોંચી, મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મોરબી શહેરમાં નવલખી ફાટક નજીક ગઈકાલે બનેલ બનાવ અંગે પાણીના ખાડામાં એક પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી હતી, ત્યારે પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ રવિન્દ્રભાઈ ચુનીયાભાઈ ભુરીયા ઉવ.૩૩ રહે. હાલ ખીરસરા ગામ ભગુભાઈની વાડીએ મૂળ રહે. સિલકુવા ગામ તા. તલાનપુર જી. ધાર (મધ્યપ્રદેશ) વાળો હોવાનું સામે આવ્યું હતું. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. હાલ મૃત્યુના બનાવ અંગે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









