મોરબી:પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિત્તે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ-મોરબી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે.
આ શોભાયાત્રા આવતીકાલે તા. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૫ (બુધવાર, કારતક સુદ-૭)ના રોજ બપોરે ૨:૩૦ વાગ્યે શહેરના શ્રી દરિયાલાલ પ્રભુજી મંદિરથી પ્રસ્થાન કરશે.શોભાયાત્રા નહેરુ ગેટ ચોક, શાક માર્કેટ, ગાંધીચોક, વસંત પ્લોટ, રવાપર રોડ, બાપા સીતારામ ચોક, નવા બસસ્ટેન્ડ, સરદાર બાગ અને અયોધ્યાપુરી રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. માર્ગમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત અને પૂજ્ય બાપાનું પૂજન થશે.આકર્ષણોમાં નાસિક ઢોલ, પૂજ્ય જલારામ બાપાનો રથ, ડીજે, લાઇવ રોટલા પ્રસાદ, બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર, પૂજ્ય જલારામ બાપા અને વીરબાઈ માંના વેશ તથા વિવિધ ફ્લોટ્સનો સમાવેશ થાય છે. ઘરે-ઘરેથી એકત્રિત રોટલાનું પૂજ્ય વીરબાઈ માંના રથમાંથી પ્રસાદ તરીકે વિતરણ થશે.બાપા સીતારામ ચોક ખાતે સુપ્રસિદ્ધ કલાકારોના લાઇવ પર્ફોર્મન્સ સાથે મહાઆરતી યોજાશે. સરદાર બાગ ખાતે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા આરતી કરાશે. નગર દરવાજા ચોક અને નવા બસ સ્ટેશન ખાતે મહા આતશબાજીનું આયોજન છે.સમિતિ દ્વારા શહેરના તમામ રઘુવંશીઓને સહપરિવાર શોભાયાત્રામાં જોડાવા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.









