મોરબીની રાષ્ટ્રીય સેવા મંડળ શ્રી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા મોરબીના અલગ અલગ જગ્યા માત્ર રૂ. ૪૦૦ કિલોએ અડધિયા વેચવામાં આવશે. જેના માટે કોન્ટેક્ટ નંબર સંસ્થા દ્વારા જાહેર કરાયા છે. જે અડદીયા વિતરણ દ્વારા થયેલ નફો અંધજનોના લાભાર્થે વાપરવામાં આવશે.
મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ શ્રી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર મોરબી દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી શુદ્ધ ઘી તથા ડ્રાયફ્રુટ થી ભરપૂર અડદિયા બનવાવામાં આવે છે. જે અડધિયા ફક્ત ૪૦૦ રૂ. કિલોએ વહેચવામાં આવે છે. જેમા મોરબી વાસીઓ ખુબ સાથ સહકાર આપે છે. ત્યારે આ વખતે પણ સંસ્થાની લાગણી અને માગણી છે કે મોટા પ્રમાણમાં લોકો સંસ્થાને સાથ સહકાર આપી સંસ્થાના આયોજનને સફળ બનાવે. જે અડધિયાના વેચાણથી કઈ નફો થશે તે નફો નેત્રહિનોના વિકાસ અર્થે વાપરવામાં આવશે. જે સંસ્થામાં અડધિયાના ઓર્ડર બુકિંગ માટે મોરબીના મે.ગણેશ સિમેન્ટ કંપની જી.આઇ. ડી.સી. શનાળા રોડ મોરબી મોબાઇલ નં. ૯૨૨૮૮ ૯૭૩૭૨, કવિન્સ કેક વસંત પ્લોટ, સ્ટેવેલ જીમની બાજુમાં શનાળા રોડ મોબાઇલ નં. ૯૩૭૬૬ ૫૨૩૬૦, સેલ્યુલર વર્લ્ડ બાપા સીતારામ ચોક રવાપર રોડ, મોબાઇલ નં. ૯૯૨૫૧ ૪૪૯૩૩, પટેલ એન્ડ પટેલ પાન ઇન્ડસઇન્ડ બેંકની બાજુમાં રવાપર રોડ મોબાઇલ નં. ૯૯૭૮૦ ૯૮૪૮૪, વન અપ ટેલિકોમ ઓમ શોપિંગ સેન્ટર રવાપર રોડ મોબાઇલ નં. ૯૦૯૦૫ ૮૮૮૮૮, હુસૈના જનરલ સ્ટોર નાની બજાર સુથાર શેરીના નાકે મોબાઇલ નં. ૯૨૨૮૮ ૪૮૫૩૧, રાજ પ્લાસ્ટિક પરાબજાર, સૌરાષ્ટ્ર હોટેલની સામે મોબાઇલ નં. ૯૪૦૮૦ ૦૫૨૫૨, સુદીપ આંખ હોસ્પિટલ, વ્રજ હોસ્પિટલની બાજુમાં સાવસર પ્લોટ -૧૧, મોબાઈલ નં. ૯૫૭૪૧ ૭૧૩૦૮, અને ન્યુ પટેલ પાન, વૃંદાવન પાર્ક સોસાયટી બાજુમાં મહેદ્રસિંહજી હોસ્પીટલ રોડ મોબાઇલ નં. ૮૬૦૨૧ ૯૯૯૪૬ પર સંર્પક કરી બુકિંગ કરાવી શકાય છે. તેમજ સંસ્થા દ્વારા મોરબીવાસિઓનો આભાર પ્રગટ કરવામાં આવ્યો છે. અને દર વર્ષની માફક આ વર્ષે પણ સાથ સહકારની આશા અને અપેક્ષા સંસ્થા દ્વારા રાખવામાં આવી છે.