Thursday, March 19, 2026
HomeGujaratમોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે ભગવાન શ્રીઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

મોરબી સિંધી સમાજ દ્વારા શુક્રવારે ભગવાન શ્રીઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા તા.૨૦ માર્ચે ભગવાન શ્રી ઝૂલેલાલના ૧૦૭૬મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સાંજે ભવ્ય શોભાયાત્રા અને નહેરૂ ગેટ ચોક ખાતે મહા આરતી યોજાશે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સમસ્ત સિંધી સમાજ દ્વારા તા.૨૦ માર્ચ, ચૈત્ર સુદ ૨ના શુભ દિવસે ભગવાન શ્રી ઝૂલેલાલના ૧૦૭૬મા જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમ મુજબ સવારે ૭:૩૦ કલાકે ધ્વજારોહણ કરવામાં આવશે, ત્યારબાદ સવારે ૯ વાગ્યે પૂજા વિધિ તથા સવારે ૧૧ વાગ્યે આરતી યોજાશે. બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે.

સાંજે ૪:૩૦ કલાકે સિંધુ ભવન, સ્ટેશન રોડ મોરબી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે, જે શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી નહેરૂ ગેટ ચોક ખાતે પહોંચશે. જ્યાં રાત્રે ૮:૩૦ કલાકે મહા આરતી યોજાશે. આ મહોત્સવમાં મોરબીના તમામ સિંધી પરિવારોને ઉપસ્થિત રહી ઉજવણીમાં જોડાવા સમસ્ત સિંધી સમાજ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!