બનાવની મોરબી એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીના રવાપર ચોકડી નજીક આવેલ શર્મોજી નાસ્તા હાઉસ દુકાન પાસે જાહેરમાં ચલણી નોટોના નંબર પર રૂપિયાની હારજીતનો જુગાર રમતા હરેશભાઈ રમેશભાઈ અમૃતિયા(ઉ.વ.૩૪), તરૂણભાઈ રમેશભાઈ ઓરીયા(ઉ.વ.૨૩),
સુરેશભાઈ નાનજીભાઈ મિયાત્રા(ઉ.વ.૨૦), મયુરભાઈ બાબુભાઈ ડાંગર(ઉ.વ.૨૩), પારસભાઈ મુકેશભાઈ જારીયા(ઉ.વ.૨૩) અને સંદીપભાઈ ઉર્ફે કાશી જયંતીભાઈ રાંકજા(ઉ.વ.૨૮)ને પકડી પાડી તેમની પાસેથી રોકડ રકમ રૂ.૩૪,૮૦૦/- જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.