Thursday, April 18, 2024
HomeGujaratમોરબી : નવા ધરમપુર ગામે સામાન્ય બાબતે બોલાચાલી બાદ છ શખ્સોનો યુવાન...

મોરબી : નવા ધરમપુર ગામે સામાન્ય બાબતે બોલાચાલી બાદ છ શખ્સોનો યુવાન પર હુમલો, ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના નવા ધરમપુર ગામે રહેતા રાહુલભાઈ રમેશભાઈ ગણેશિયા (ઉ.૨૧) એ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભરતભાઈ રામજીભાઈ પરમાર તથા પાંચ અજાણ્યા ઇસમોએ ગેરકાયેદસર મંડળી રચી એકસંપ કરી ઘારીયું, લાકડાના ધોકા જેવા જીવલેણ હથિયાર ધારણ કરી ફરિયાદી રાહુલભાઈના ભાઈ અંકુરના સાળાની મોટર સાઈકલની લાઈટનો પ્રકાશ આ કામના આરોપી ભરતભાઈ રામજીભાઈ પરમાર ઉપર પડતા ફરીયાદીના ભાઈ અંકુર અને આરોપી ભરતભાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થતા જે બાબતનો ખાર રાખી આરોપી ભરતભાઈ રામજીભાઈ પરમાર તથા તેની સાથેના અજાણ્યા પાંચ ઇસમોએ ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ગાળો આપી ફરિયાદી રાહુલભાઈ તથા સાહેદ તેના માતા સાથે બોલાચાલી કરી ઝધડો કરી ફરિયાદી રાહુલભાઈને માથામાં લાકડાના ધોકા વડે ઈજા કરી તથા સાહેદને મુંઢમાર મારી ફરિયાદીના ઘરમાં દરવાજામાં તથા ઘરવખરીના સર સામાનમાં તોડફોડ નુકશાન કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!