Sunday, September 8, 2024
HomeGujaratમોરબી સ્માર્ટ પોલીસ:ઝૂલતા પુલની દુર્ઘટનામાં પોલીસનું ઈશ્વર સ્વરૂપ:રાત દિવસ પોલીસે ચાલુ રાખી...

મોરબી સ્માર્ટ પોલીસ:ઝૂલતા પુલની દુર્ઘટનામાં પોલીસનું ઈશ્વર સ્વરૂપ:રાત દિવસ પોલીસે ચાલુ રાખી હતી કામગીરી

મોરબી જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ સતત ત્રણ ચાર દિવસ સુધી પોતાના ઘરે નહોતા ગયા :વાંચીને કહેશો શાબાશ મોરબી પોલીસ

- Advertisement -
- Advertisement -

મોરબી પોલીસ દ્વારા ગુનેગારો ને ડામવા માટે તો સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે અને ગુનેગારો પણ ખોફ ખાય છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા એક એવું કાર્ય પણ કરવામાં આવ્યું હતું જે કાર્ય કરતા અનેક લોકોના હાથ ધ્રુજી ગયા હતા ત્યારે મોરબી જિલ્લા પોલીસે માનવતા અને સેવાની ભાવનાથી પોતાની ફરજ પૂર્ણ કરી હતી અને એ પણ અપેક્ષા વગર કર્યું હતું .

હા આપણે વાત કરીએ છીએ મોરબી ના ઝૂલતા પુલ દુર્ઘટના સમયની મોરબીના દરેક લોકો આ કાર્યમાં જોડાયા હતા ત્યારે મોરબી જિલ્લા પોલીસ પણ દિવસ રાત લોકોને બચાવવા ,હોસ્પિટલ સુધી પહોંચાડવા અને ટ્રાફિક વ્યવસ્થા તેમજ શહેર ભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા વિવિધ મોરચે લડાઈ કરતી હતી.

એવું શુ બન્યું હતું તે ઝૂલતા પુલ દુર્ઘટના ના દિવસે કે મોરબી પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ સતત ત્રણ- ચાર દિવસ સુધી પોતાનું ઘર નહોતું જોયું?

ઘટનાની જાણ થતાં તુરંત રેન્જ આઈજી અશોક કુમાર યાદવ રાજકોટથી મોરબી આવી પહોંચ્યા અને રાજકોટ રેન્જના તમામ એસપી ને મોરબી પહોંચવાની સૂચના આપવામાં આવી અને ગણતરીના સમયમાં આજુબાજુના જિલ્લાના તમામ એસપી મોરબી પહોંચી મોરચો સંભાળ્યો હતો

મોરબીમાં શાંતિ પૂર્ણ માહોલ હતો લોકો પોતાના રોજ બરોજ ના કામોથી આવતા જતા હતા અને રજાઓના દિવસો અને તહેવારો હોવાથી માણસો રજાઓ માણી રહ્યા હતા ત્યારે એક જાહેર કાર્યક્રમ અને વિશાળ શોભાયાત્રા મોરબી શહેરમાં નીકળવાની હોય મોરબી પોલીસના મોટાભાગના અધિકારીઓ કર્મચારીઓ બંદોબસ્ત માં હતા સાંજે ૬:૩૦ નો સમય થયો હતો અને શોભાયાત્રા કાર્યક્રમ પૂર્ણ થવાને આરે હતો ત્યારે જ અચાનક મોરબી પોલીસને માહિતી મળી કે ઝૂલતો પુલ તૂટી ગયો છે અને અનેક લોકો પાણીમાં ડૂબ્યા છે જેથી બંદોબસ્ત માં રહેલ પોલીસ અધિકારીઓ કર્મચારી તુરંત નીકળી ગયા અને મોરબીના તમામ પોલીસ મથકોને જાણ કરવામાં આવી અને દરેક પોલીસ મથકોને જણાવયુ કે નામ જોગ લિસ્ટ નહિ તમામ પોલીસ સ્ટાફ ને તુરંત હાજર થવા આદેશો છૂટયા એક રીતે ઇમરજન્સી જેવી જ સ્થિતિ ઉભી થઇ હતી તેટલામાં રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ પણ મોરબી પહોંચી ગયા અને આજુ બાજુના તમામ જિલ્લા પોલીસ અધિક્ષક ને મોરબી પહોચવા સૂચના આપવામા આવી હતી અને ગણતરીના સમયમાં આ બધા એસપી પણ મોરબી પહોંચી મોરચો સંભાળ્યો હતો.અને મોરબી પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચીને મોરચો સાંભળ્યો અને કાંઈ પણ વિચાર્યા વગર સીધા મચ્છુ નદીના પાણીમાં કૂદી પડયા જોકે આ કહેવામાં જ નદી લાગે છે જ્યાં દુર્ઘટના બની હતી ત્યાં માત્ર ગટર નું પાણી હતું છતાં પણ પોલીસ જવાનોએ અનેક લોકોને બચાવ્યા અને ફક્ત લોકોને બચાવીને તેમનું કાર્ય પૂરું થઈ જતું નથી તેઓને ઝડપી હોસ્પિટલે પહોંચે તે હેતુથી ટ્રાફિક સમસ્યા ને જાળવવાની જવાબદારી પણ તેઓના સિરે હતી તેમજ હોસ્પિટલે અનેક લોકો એકઠા થયા હતા મૃતકોના સ્વજનો પણ ત્યાં હતા અને કેટલાય લોકો પોતાના પરિજનો ને શોધતા હતા અને એક વાત તો પાકી છે કે કાંઈ ન સુઝે ત્યારે બધાને પોલીસ જ દેખાય એવું જ ત્યારે બન્યું હતું દરેક લોકો પોતાના સ્વજનો ને શોધતા પોલીસ પાસે પહોંચતા હતા અને તેઓને સાંત્વનાં આપવાનું કામ પણ પોલીસ કરતી હતી .

ત્યાર બાદ આટલી જવાબદારી નિભાવતા મોરબી જિલ્લા પોલીસ વડાને મેસેજ મળ્યા કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી મોરબી આવી રહ્યા છે જેથી તેઓના હેલિપેડ થી લઈને તેઓના રૂટ તેમજ હોસ્પીટલ માં આટલા ટ્રાફિક અને મૃતકોના પરિજનોનો ગુસ્સો જેવા અનેક પડકારો વચ્ચે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ની સુરક્ષા ની જવાબદારી એ સૌથી મોટો પડકાર હતો આખી રાત મુખ્યમંત્રી ગૃહમંત્રી રોકાયા અને તેમની સાથે સાથે દુર્ઘટનાના દિવસે સવારથી ડ્યુટી માં લાગેલ સ્ટાફ બપોરે શોભાયાત્રા માં ગયો સાંજે દુર્ઘટનામાં અને રાત્રે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ના બંદોબસ્ત માં રોકાયા તેમજ બીજે દિવસે પણ મચ્છુ નદીમાં સતત શોધખોળ ચાલુ હતી અને સિવિલ હોસ્પિટલમાં પણ લોકોના ટોળા યથાવત હતા સતત બે દિવસ સુધી આ બંદોબસ્ત માં રહેલ પોલીસ ને થયું કે હવે ઘરે જઈને ફ્રેશ થઈએ ત્યારે સમાચાર મળ્યા કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી આવી રહ્યા છે વળી પાછા મોરબી પોલીસના જવાનો અધિકારીઓ તૈયારીઓ માં લાગી ગયા અને આવડી મોટી દુર્ઘટના હતી અમુક તત્વો વાતાવરણ બગાડવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા જેથી સુરક્ષા વ્યવસ્થા માં કોઈ કચાશ ન રહી જાય તેની તકેદારી પણ રાખવાની હતી જેથી પોલીસ સતત ત્રણ- ચાર દિવસ સુધી પોતાના પરિવારજનોની ચિંતા બાજુએ મૂકીને વિવિધ મોરચે લડી રહી હતી પરંતુ દરેક લોકો પોલીસના સારા કામ ની નોંધ નથી લેતા પરન્તુ ક્યારેક ચૂક થાય છે તેની નોંધ લેવામાં ચૂકતા નથી આવા લોકોએ ફિલ્મોમાં પોલીસના કિરદાર જોઈને ખોટા બનાવેલા લાંબા ટૂંકા કુદકા મારી સીન જમાવતા નકલી પોલીસ ને જોઈને તાળીઓ પાડવી ગમે છે પરંતુ રિયલ લાઈફ હીરો છે તે પોલીસ ને જોઈને સાચી વાત બોલવામાં પણ અમુક લોકોને પેટમાં દુખે છે આ સમાજનું કડવું સત્ય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!