રાજકોટ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવે તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યાની ચાર્ટર મુજબની કામગીરી કરતા હતા તે દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મેસરીયા ગામના તળાવ પાસે એક ઇસમ ગેર કાયદેસર દેશી હાથ બનાવટની એક પીસ્તોલ અને બે જીવતા કાર્ટીસ સાથે પકડાયો છે.
મળતી માહિતી અનુસાર, ગેર કાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા ઉઅપરી અધિકારીઓની સુચના અન્વયે મોરબી એસ.ઓ.જી.નાં PSI કે.આર.કેસરીયા તથા એસ.ઓ.જી મોરબીના તમામ કર્મચારીઓ વાંકાનેર તાલુકા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. એ દરમિયાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ પી.પંડ્યાને બાતમી મળેલ કે, રહીમ રાયધનભાઇ મીયાણા નામનો માણસ શરીરે ચોકડીવાળો શર્ટ તથા કાળા કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ છે. તેના કબજામાં પીસ્તોલ જેવુ હથિયાર છે. જે ઇસમ હાલમાં મેસરીયા ગામના તળાવ પાસે ઓરડીમાં છે. તે હકીકતનાં આધારે સ્થળ પર રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ રહીમભાઇ રાયધનભાઇ મોવર નામનો વીશીપરા રેલ્વેસ્ટેશન પાસે રહેતો ૩૮ વર્ષીય યુવાન દેશી બનાવટની પીસ્તોલ અને ૨ જીવતા કાર્ટીઝ સાથે મળી આવતા તેની અટકાયત કરી તેના વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે…