‘પોલીસ’ નામ સાંભળીને ગુનેગારો અદબ વાળીને ઉભા રહી જાય છે અને અન્ય લોકો ને ગુના કે રેડ તપાસ સાહિતના વિષયો પર ચર્ચા કરવા લાગે છે ત્યારે મોરબી પોલીસ ની એસઓજી બ્રાન્ચ દ્વારા ગઈકાલે ગરીબોને ધાબળા વિતરણ કરી સદકાર્ય કરવામાં આવ્યું હતું.
મોરબીમાં સેવા અને સુરક્ષાનું હંમેશા કટિબદ્ધ રીતે પાલન કરાવતી મોરબી પોલીસ ની એસ.ઓ.જી. બ્રાન્ચના પી.આઇ. એમ.પી. પંડ્યા દ્વારા ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પંડ્યા પી.આઇ.પંડ્યા દ્વારા લોકોની સુરક્ષાનું કામ તો બખૂબી રીતે કરવામાં આવી જ રહ્યું છે. પરંતુ હાલ જયારે ઠંડી કડાકા બોલાવી રહી છે અને સમગ્ર રાજ્યમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે આ કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર રહેતા લોકો અને ભિક્ષુક લોકો ઠંડીનો શિકાર ન બને અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી મોરબી એસઓજી દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના અલગ અલગ સ્લમ વિસ્તારોમાં ખુલ્લામાં રહેતા અને ઠંડીથી ઠુંઠવાતા જરૂરીયાતમંદોને ધાબળા વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.