રાજ્યનાં ડીજીપી દ્વારા નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તેમજ તેની હેરાફેરી અટકાવવા એન.ડી.પી.એસ. એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવા આવ્યું છે. જેને લઈ પોલીસે માળીયા મી. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શખ્સ ૧૦૦ ગ્રામ MD ડ્રગ્સનાં જથ્થા સાથે ઝડપાયો છે.
રાજકોટનાં પોલીસ મહાનિરીક્ષ તથા મોરબીનાં પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા અને એન.ડી.પી.એસ.ના કેસો શોધવા માટે સુચના આપેલ હતી. જે અન્વયે મોરબી પોલીસ સક્રિય હોય તે દરમિયાન મોરબી એસઓજીને ખાનગીરાહે બાતમી મળેલ હતી કે, એક ઇસમ સામખીયાળી બાજુથી મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ, ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચે આવનાર છે. તેની પાસે માદક પદાર્થ એમ.ડી. પાવડરનો જથ્થો છે. જે હકીકતના આધારે મોરબી સર્કલ પીઆઈ પી.એચ.લગધીરકા, એસ.ઓ.જી. મોરબીના પીએસઆઈ પી.જી.પનારા તથા એસ.ઓ.જી. સ્ટાફ સાથે મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર માળીયા પાસે આવેલ ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચે વોચ જોથાવી હતી અને હકીકતના આધારે વર્ણનવાળો ઇસમ મળી આવતા તેની પૂછપરછ કરી હતી. જે દરમિયાન તેને પોતાનું નામ દેવીલાલ મગારામ સેવર હોવાનું અને રાજસ્થાનમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસે આરોપી પાસેથી રૂ.૧૦,૦૦,૦૦૦/-ના ૧૦૦ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે પકડી પાડી ગુન્હામાં ઉપયોગ કરેલ મોબાઇલ તથા રોકડા મળી કુલ રૂ. ૧૦,૦૯,૫૮૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને મજકુર ઇસમ વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ ૮(C),૨૧ મુજબ માળીયા મીયાણા પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે અને આ ડ્રગ્સ કોને આપવાનું હતું ક્યાંથી લાવ્યો હતો જેવાં સવાલોના જવાબ મેળવવા પૂછપરછ હાથ ધરી છે.