રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ વાહનચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા પાંચ વર્ષ જુનો વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢી આરોપીની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. પોલીસ દ્વારા બાતમીનાં આધારે ન્યુ ફ્લોરા બંગ્લોઝ ડી-માર્ટ સામે મોરબી-૨ સામે રોડ પરથી એક ઇસમ ચોરીથી મેળવેલ શંકાસ્પદ મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરનુ લઇ નિકળેલ જેના એન્જીન/ચેસીસ નંબર મોબાઇલ પોકેટ કોપમા સર્ચ કરતા GJ 36 N 3423 નંબરનું મોટરસાઈકલ હોય અને તેના માલીકનુ નામ, સરનામુ મળતા તેનો સંપર્ક કરતા મોટરસાઈકલ આજથી આશરે પાંચેક વર્ષ પહેલા વાંકાનેર દોશી કોલેજ રોડ પરથી ચોરીમાં ગયેલ મુદ્દામાલનુ મોટરસાઈકલ હોય અને આ મોટરસાઈકલ બાબતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો તા.૨૩/૧૨/૨૦૧૯ ના દાખલ થયેલ હોય જેથી પંકજભાઈ રમેશભાઇ સિંચણાદા (રહે. સો-ઓરડી મેલડી માતાના મંદીર સામે તા.જી.મોરબી) ચોરીમાં ગયેલ મુદ્દામાલના મોટર સાયકલ ચાલુ હાલતના સાથે ચાલક આરોપી ગઈકાલે તા.૨૨/૧૧/૨૦૨૩ ના રોજ ન્યુ ફ્લોરા બંગ્લોઝ ડી-માર્ટ સામે મોરબી-૨ સામે રોડ પરથી ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોપી આપેલ છે.