Friday, January 10, 2025
HomeGujaratઅમદાવાદ-મોરબી હાઇવે પર હળવદ નજીકથી બે ઈસમોને એમડી ડ્રગ્સનાં જથ્થા સાથે ઝડપી...

અમદાવાદ-મોરબી હાઇવે પર હળવદ નજીકથી બે ઈસમોને એમડી ડ્રગ્સનાં જથ્થા સાથે ઝડપી પાડતી મોરબી એસઓજી

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ સુચના કરેલ કે, ગેરકાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવી જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. દ્વારા અમદાવાદ-મોરબી હાઇવે રોડ હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામે રોડ પરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના મોટા જથ્થા સાથે બે ઇસમોને મોરબી પોહચે તે પહેલા પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. ટીમને ગઈકાલે બાતમી મળેલ કે, કલ્પેશભાઇ મધુભાઇ નિમાવત (રહે મોરબી ખત્રીવાડ શેરી નં.૬) તથા અહેમદ દાઉદભાઇ સુમરા (રહે ગુલાબનગર વીસીપરા મોરબી) બન્ને ગ્રે કલરની GJ-36-AC-4325 નંબરની મારૂતી બ્રેજા કારમાં ગેરકાયદેસર શંકાસ્પદ નાર્કોટીક્સ માદક પદાર્થ પાવડર પોતાના કબજામાં રાખી સાથે લઇને અમદાવાદથી મોરબી તરફ આવનાર છે. જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ વોચ તપાસ તેમજ વાહન ચેકીંગમાં રહેતા બંને ઇસમો નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનાં ૭૯ ગ્રામ ૬૮ મીલીગ્રામનાં રૂ.૭,૯૬,૮૦૦/-ના જથ્થા સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબની કાર્યવાહી કરી બંને ઇસમોને ધોરણસર અટક કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.

આ કામગીરીમાં મોરબી એસઓજી પીઆઈ એમ.પી.પંડ્યા,પીએસઆઈ કે.આર.કેસરિયા, એએસઆઈ રસિકભાઈ કડીવાર,ફારૂકભાઈ પટેલ,કિશોરદાન ગઢવી,હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રાણા,મુકેશભાઈ જોગ રાજીયા,શેખાભાઈ મોરી,આસિફ ભાઈ ચાણક્યા ,કમલેશભાઈ ખાંભલિયા,અંકિતભાઈ ચાંચુ અને અશ્વિનભાઈ લાવડીયા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!