Wednesday, October 30, 2024
HomeGujaratએક પિસ્ટલ, ત્રણ કાર્ટીઝ સાથે આરોપીને ઝડપી લેતી મોરબી એસઓજી

એક પિસ્ટલ, ત્રણ કાર્ટીઝ સાથે આરોપીને ઝડપી લેતી મોરબી એસઓજી

મોરબી પંથકમાથી હથિયાર પકડાવાનો સીલસીલો યથાવત રહ્યો છે ત્યારે આજે મોરબીના વીશીપરા-અમરેલી રોડ ઉપરથી એક શખ્સને એસઓજી પોલીસે ગેરકાયદે પિસ્ટલ અને ત્રણ કાર્ટીઝ સાથે ઝડપી લીધો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના વીશીપરા માં જુના પ્રકાશ નળીયાના કારખાના નજીક અમરેલી રોડ ઉપર આરોપી ફીરોજશા દાઉદશા શાહમદાર (ઉ.વ.૨૦) રહે.હાલ લુક્સ ફર્નીચર પાસે લાતી પ્લોટ,જોન્સનગર મોરબી. મુળ રહે. ૧૫૦ ફૂટ રીંગ રોડ આવાસ યોજનાના ક્વાટર્સમાં બાલાજી હોલ, રાજકોટવાળોને એસઓજી પોલીસે એક પિસ્ટલ અને જીવતા ત્રણ કાર્ટીઝ મળી કુલ કી.રૂ.૧૦,૩૦૦/- સાથે ઝડપી લીધો હતો. પોલીસે હથિયાર કબજે કરી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી બી. ડીવીઝન પોલીસ મથકમાંમાં ગુન્હો દાખલ કર્યો છે.

આ કમિગીરીમાં એસઓજી એએસઆઈ કિશોરભાઇ મકવાણા, હેડ કોન્સ્ટેબલ રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, સતિષભાઇ ગરચર,ભાવેશભાઇ મિયાત્રા, સંદિપભાઇ માવલા તથા વુમન લોકરક્ષક પ્રિયંકાબેન પૈજા સહિતના હજાર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!