મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એન.ડી.પી.એસ.ના ગુન્હામાં પકડવા પરના બાકી આરોપીને મ9રબી એસઓજી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ઝડપી લેવામાં આવ્યો છે. હાલ આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસ મથકે સોંપી આપવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તેમજ પોલીસ અધીક્ષક મોરબીની સ્થાનિક સ્વારાજ્યની ચુંટણી અન્વયે મોરબી જીલ્લાના નાસતા ફરતા/પકડવા પર બાકી આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ તે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એન.ડી.પી.એસ. મુજબના કામે પકડવા પરના બાકી આરોપી અજયભાઇ રાયસિંહ પરમાર ઉવ. ૪૫ રહે.કોમલ કારખાના રવિ કારખાનાની બાજુમાં યોગેશભાઇ સુંદરજીભાઈની વાડીમાં ભડિયાદ મોરબી વાળાને શોધી હસ્તગત કરવામાં આવ્યો છે. જ્યારે આગળની વધુ કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો છે.









