રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવએ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ કાયદો અને વ્યવસ્થા અન્વયે ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અંગે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમે મહેન્દ્રનગર નજીક શીવ કોમ્પ્લેક્ષ પાસે નેશનલ હાઇવે રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. પી.આઇ. એમ.પી. પંડ્યાને બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે પીળા કલરનુ આડી લીટી વાળુ ટીશર્ટ તથા વાદળી કલરનુ નાઇટી પેન્ટ પહેરેલ ઇસમ તેનુ નામ કુલદીપસિંહ જાડેજા (રહે.વાધરવા તા.માળીયા જી.મોરબી) છે. તે હાલમા મોરબી- માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર મહેન્દ્રનગર ગામના પાટીયા પાસે રોડની પુર્વ સાઇડ આવેલ શીવ કોમ્પ્લેક્ષ પાસે ચાલીને આંટાફેરા કરી રહ્યો છે. તેની પાસે એક દેશી હાથ બનાવટની પીસ્તોલ છે. જે બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા ફુલદિપસિંહ કિશોરસિંહ જાડેજા રૂપીયા ૧૦,૦૦૦/- પીસ્ટલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.