મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના બે અન-ડીટેક્ટ ગુન્હાના મુદ્દામાલ સાથે રીઢા વાહન ચોરને બે વર્ષ જુની વાહન ચોરીના ગુન્હાને ડીટેક્ટ કરી એસ.ઓ.જી. દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. મોરબી ત્રાજપર ચોકડી નજીક સર્વીસ રોડ પર આવતા એક ઇસમ મોટર સાયકલ સાથે શંકાસ્પદ રીતે નિકળતા તાત્કાલીક રોકી નામ સરનામુ તથા વાહનના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરી કોઈ યોગ્ય જવાબ ન આપતાં ઇ ગુજકોપ મોબાઇલ એપ્લિકેશનમાં સર્ચ કરી વાહન માલિકની ડીટેઇલ કાઢી રીઢા ચોરને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ વિભાગ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લાએ વાહનચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા એમ.પી.પંડયા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ એ.એસ.આઇ.ફારૂકભાઇ યાકુબભાઇ, કિશોરદાન ગંભીરદાન, મુકેશભાઇ વાલજીભાઇ, પોલીસ કોન્સ્ટેબલ માણસુરભાઇ દેવદાનભાઇઓ કામગીરી કરવા પ્રયત્નીશીલ હતા તે દરમ્યાન મોરબી ત્રાજપર ચોકડી નજીક સર્વીસ રોડ પર આવતા એક ઇસમ મોટર સાયકલ સાથે શંકાસ્પદ રીતે નિકળતા તુરત જ તેને રોકી નામ સરનામુ તથા વાહનના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય સદર મોટર સાયકલ નંબર-GJ3DP3732 સાથેના એ.એસ.આઇ. ફારૂકભાઇ યાકુબભાઇએ ઇ ગુજકોપ મોબાઇલ પોકેટ કોપ સર્ચ કરતા વાહનના માલીકનું નામ- બાબુભાઇ પુંજાભાઇ ભંખોડીયા રહે લક્ષ્મીનગર મોરબી તાલુકા વાળાનુ સર્ચ થતા જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને ટેલીફોનીક ખરાઇ કરતા મોટર સાયકલ આશરે આઠેક માસ પહેલા ચોરી થયાનો ગુન્હો દાખલ થયાની હકીકત મળતા આરોપીને વિશ્વાસમા લઇ યુકતિ-પ્રયુકતિથી પુછપરછ કરતા આજથી આશરે પોણા બે વર્ષ પહેલા ઘૂંટુ ગામે એક નવુ હીરો હોન્ડા સ્પ્લેન્ડર ચોરી કરી લઇ જતા મોરબી નગર દરવાજા ચોકમાં ટ્રાફીક પોલીસ ચેકીંગ દરમ્યાન વાહન ડીટેઇન થઇ ગયેલ હોય જે બાબતે ટ્રાફીક શાખામાં ખરાઇ કરતા GJ36N3996 વાહન ડીટેઇન થયેલ પડ્યું છે. જે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા તેના માલીકનું નામ-જગદિશભાઇ પ્રેમજીભાઇ સોરીયા ઘુંટુ ગામ વાળાનું હોવાનું સામે આવતા ટેલીફોનીક સંપર્ક કરતા પોતાના મોટર સાયકલ ચોરી બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરી અંગે આશરે પોણા બે વર્ષ પહેલા ફરીયાદ કરી હોવાનું જણાવ્યું હતું. આરોપી નાનકો ઉર્ફે દીપક રેમસીંગ બાંભણીયા પાસેનુ મોટર સાયકલ નંબર- GJ3DP3732 ચોરી કર્યાનું જણાવતા મોટર સાયકલની કિંમત રૂપીયા ૨૫,૦૦૦/- ગણી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી મુદ્દામાલ કબ્જે કર્યો છે.. આરોપી વિરુદ્ધ અન્ય બે ગુન્હો પડધરી પોલીસ સ્ટેશનમાં પણ નોંધાઇ ચૂક્યા છે.
જેમાં એમ.પી.પંડયા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર.કેસરીયા, એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી, રસીકકુમાર કડીવાર, મુકેશભાઈ જોગરાજીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શેખાભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ ચાણકીયા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાંચુ તેમજ અશ્વિનભાઇ વિગેરે દ્વારા કામગીરી કરવામાં આવી હતી.