રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ખાસ ઝુંબેસ શરુ કરવામાં આવી હોય જે અંતર્ગત મોરબી એસ.ઓ.જી. ટીમે છેલ્લા ૧૧ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતી ફરતી મહિલા આરોપીને પકડી પાડી જેલ હવાલે કરી છે.
મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓની નાસતા ફરતા આરોપીને પકડી પાડવા શરુ કરાયેલ ઝુંબેસ અંતર્ગત એસ.ઓ.જી પી.આઇ. એમ.પી પડ્યાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન તેઓને બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાના આરોપી મરીયમ ઉર્ફે રેશમાબેન હાજીભાઇ (રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલની પાછળ) હાલે શનાળા બાયપાસ ચોકડી પાસે ઉભેલ છે. જે હકીકત મળતા મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાથે રાખી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા મરીયમ ઉર્ફે રેશમાબેન હાજીભાઇ ઉર્ફે સલીમ હાસમભાઇ સમા નામની મહિલા આરોપી મળી આવતા આજ રોજ તેને હસ્તગત કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોંપી આપેલ છે.