ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આયુર્વેદિક શીરપ ના નામે સરાજાહેર વેચાતી નશાકારક શિરપ ઝડપાવાના બનાવો સામે આવ્યા છે ત્યારે મોરબીના હળવદ ના ચરાડવા નજીકથી મોરબી એસઓજી ટીમે આવી શંકાસ્પદ નશાકારક શીરપ નો મસમોટો જથ્થો કબજે કર્યો છે.
મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હરબી બિયરની આડમાં નશાની બોટલોનો ધોમ ખૂણે ખૂણે વેપલો થાય છે ત્યારે આયુર્વેદીક બિયરની આડમાં વહેંચતા શંકાસ્પદ નશાકારક શિરપ નો જથ્થો વેચતા અને રાખતા ઇસમ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં મોરબી SOG ટીમે હળવદના ચરાડવા ગામે બસ સ્ટેન્ડ ની પાસે મુરલીધર પાનની દુકાનમાં દરોડો પાડીને ASHVASHAV ટોનિક વાળી કાળા ઘોડા વાળી શીલ પેક બોટલ ૨૨૫૦ જેની કિંમત રૂપિયા ૩,૩૫,૨૫૦ અને kal MEGHA SAVA ASAVA -ARISTHA નામની ૭૫ બોટલ મળી કુલ ૨૩૨૫ બોટલ જેની કીમત રૂપિયા ૩,૪૬,૪૨૫ ના મુદ્દામાલ સાથે રાજેશ ડાયાભાઈ સોનગ્રા નામના દુકાનદાર ની અટકાયત કરી છે અને ઝડપાયેલ જથ્થા ના સેમ્પલ લઈને FSL રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.તેમજ હાલમાં તમામ જથ્થો શંકાસ્પદ મુદ્દામાલ તરીકે સીઝ કરી ને રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો કે આજે પણ મોરબી શહેરમાં અનેક પાન ના ગલ્લે આવા નશીલા હરબી બિયર નું ધૂમ વહેંચાણ થાય છે ત્યારે મોરબી પોલીસને દેર સે લેકિન દુરસ્ત જાગી કાર્યવાહી હાથ ધરી હતી.