મોરબીના બગથળા ગામના માજી સરપંચ હરેશભાઈના પુત્ર સાવન કાંજીયાએ ગુજરાત જાહેર સેવા આયોગ GPSCની પરીક્ષામાં પાસ કરી છે. અને તેમને નાયબ સેક્શન અધિકારી સચિવાલય ગાંધીનગરમા નિમણુક આપવામાં આવી છે. જે પરીક્ષામા ૧૮ વિદ્યાર્થી પાસ થયા છે. ત્યારે સાવનભાઈએ પરીક્ષા પાસ કરતા તેમને વિદ્યાથીઓને કહ્યું હતું કે સખત મહેનત કરજો અને જીવનમાં એક જ ધ્યેય રાખજો તમને ચોક્કસ સફળતા મળશે.
બગથળા ગામના માજી સરપંચ હરેશભાઈના પુત્ર સાવનભાઈ હરેશભાઈ કાંજીયા એ ગુજરાત જાહેર સેવા આયોગ GPSCની પરીક્ષામાં પાસ કરી છે. અને તેમને નાયબ સેક્શન અધિકારી સચિવાલય ગાંધીનગરમા નિમણુક આપવામાં આવી છે. જે પરીક્ષામા ૧૮ વિદ્યાર્થી પાસ થયેલ છે. સાવનભાઈએ સિવિલ એન્જિનિયર તરીકે રાજકોટમાં અભ્યાસ પૂર્ણ કરેલ છે. તેમણે નાની ઉંમરમા મોટી સિદ્ધિ હાંસલ કરતા માતા નિર્મલા બેન અને પિતા હરેશભાઈ બને ઓછું ભણેલા હોવા છતાં પણ તેમની બહેનની મહેનતને કારણે જરૂરિયાત મુજબ માર્ગદર્શન પ્રાપ્ત કરી સાથ અને સહકાર મેળવો પરીક્ષા પાસ કરી છે. સાવનભાઇ બગથળા ગ્રામ પંચાયતમાં હાલ મંત્રી તરીકે એક વર્ષથી સેવા આપતા હતા. પરંતુ તેમનું ધ્યેય એક જ હતું કે મારે GPSC પરીક્ષા પાસ કરવી છે. ત્યારે પોતે પરીક્ષા પાસ નાયબ સેક્શન અધિકારી તરીકે નિમણુક મળતાં તેમને કહ્યું હતું કે દરેક વિદ્યાર્થીએ એક જ લક્ષ અને ધ્ધેય જીવનમાં રાખી મહેનત કરવામાં આવે તો તમને અવશ્ય સફળતા મળશે. સાવનભાઈએ સરદાર ધામ ગાંધીનગરમા રહીને તૈયારીઓ કરી હતી. તેમને પ્રાથમિક અને હાઈસ્કૂલનો અભ્યાસ બગથળા ગામમાં જ કર્યો હતો. તેઓ પરીક્ષા પાસ કરતા બગથળા ગામનું ગૌરવ વધાર્યું છે જે બદલ અભીનંદન પાઠવવામાં આવી રહયા છે.