મોરબીના કોયલી ગામે વસતા જીલરીયા પરિવારના જીવાબેન ડાયાભાઇ જીલરીયાનું ૧૦૫ વર્ષની વયે ગત તા. ૨૪ ને શનિવારે અવસાન થયું હોય અને જીવા માં ના મોટા દીકરા હીરાભાઈ ડાયાભાઇ જીલરીયા કોયલી ગામની સંયુક્ત ગ્રામ પંચાયતમાં વીસ વર્ષ સુધી એકધારા સરપંચ તરીકે પદભાર સંભાળ્યો હોય તેમજ સ્વ. જીવા માંના પતિ સ્વ. ડાયાભાઇ રાજાભાઈ જીલરીયા પણ ગામમાં પટેલ બાપા તરીકે નામના મેળવી હતી જેને આઝાદી બાદ કોયલી ગામે જૂથ સેવા સહકારી મંડળીની સ્થાપના કરીને ખેડૂતોને પગભર કરવા યોગદાન આપ્યું હતું. રાજકીય અને સામાજિક રીતે અગ્રણી એવા જીલરીયા પરિવારમાં માતા જીવાબેનનું અવસાન થતા તેમની સ્મૃતિમાં રાજુભાઈ જીલરીયા, રામભાઈ જીલરીયા તેમજ લક્ષ્મણભાઈ ગોગરા દ્વારા કોયલી ગામ અને આજુબાજુના ગામોમાં મીથીલીન બ્લુ દવાનું વિતરણ કર્યું હતું.