મોરબી જીલ્લામાં કોઈ પણ જગ્યાએ જો કોઈ વ્યક્તિ બંધના બહાના હેઠળ બંધ કરાવવા દબાણ કરે તો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે મોરબી એસપી એસ આર ઓડેદરાની પોલીસતંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના આપતા તંત્ર સ્ટેન્ડ બાય
મોરબી એસપી એસ.આર.ઓડેદરાએ આજે પ્રેસ કોંનફરન્સ કરી અને પોલિસ દ્વારા આવતીકાલે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામા આવી છે જેમાં આવતીકાલે જે બંધ પાળવાની જાહેરાત કરવામાં આવી છે તેના પગલે તંત્ર અલર્ટ થઈ ચુક્યું છે અને આઈબી,એલસીબી એસઓજી સહિતની ટિમ દ્વારા પણ સોશ્યલ મીડિયા થી લઈને તમામ જગ્યાઓ પર બાજ નજર રાખવામાં આવી છે જેમાં જો કોઈ લોકોને ઉપસાવતા મેસેજ કે વિડીયો વાઇરલ કરશે તો તેની વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે સાથે જ ચાર થી વધુ વ્યક્તિઓ જો મોરબી જિલ્લાના ક્યાંય પણ ભેગા થશે અને આંદોલન ના નેજા હેઠળ લોકોને બંધ કરાવવા દબાણ કરશે તો તેની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવશે ત્યારે મોરબી એસપી એસ આર ઓડેદરાએ આજે આવા તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે જેના પગલે મોરબી જીલ્લા પોલીસ તંત્ર પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે ત્યારે મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજા એ પણ એલસીબી ટીમને ખેડેપગે રાખી કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે.