મોરબીમાં તાજેતરમાં મોહરમના તહેવારો વચ્ચે થયેલા યુવાનની હત્યા કેસ માં ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લેનાર પોલીસકર્મચારીને એસપી સુબોધ ઓડેદરાએ સન્માનિત કર્યા છે જેમાં
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસકર્મી આશીફ ચાણક્યને સન્માનપત્ર પાઠવી ગત તા. ૨૦ ના રોજ લાતીપ્લોટ શેરી નં ૧૧ માં એક યુવાનનવા છરી વડે ઈજા કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા જે બન્ને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઈને મહત્વની ફરજ અદા કરી છે જે ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે કામગીરી પ્રસંશનીય ગણાવીને આસીફ ચાણક્યને બિરદાવીને ભવિષ્યમાં પણ આવી જ નિષ્ઠાથી ફરજ અદા કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી ઉત્કૃષ્ઠ કામગીરીને બદલ સન્માન પત્ર પાઠવ્યું હતું.