Tuesday, December 24, 2024
HomeGujaratમોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ત્રણ પીએસઆઈ ની આંતરિક બદલીઓ કરાઇ

મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ત્રણ પીએસઆઈ ની આંતરિક બદલીઓ કરાઇ

મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા આજે લીવ રિઝર્વ અને એ ડિવિઝન ડી સ્ટાફ માં રહેલા ત્રણ પીએસઆઈ ની ત્રણ બદલીઓ કરાઇ છે.જેમાં મોરબી એ ડીવિઝન ડી સ્ટાફ પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહેલા પીએસઆઈ કે.એચ.ભોચિયાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ તરીકે નિમણૂક કરવામાં આવી છે આ સિવાય લીવ રિઝર્વ માં રહેલા એલ.એ.ભરગા ને IUCAW માં, સી.એલ.સોંદરવા ને એ ડિવિઝન પોલીસ મથકમાં અને પીએસઆઈ વી એલ વાઘેલા ને મહિલા પોલીસ મથકમાં એટેચ બી ડિવિઝન પોલીસ મથકમાં નિમણૂક કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ડી સ્ટાફ પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહેલા કે એચ ભોચીયા આગાઉ પણ જામનગર ખાતે ચકચારી જયેશ પટેલ તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ બાદ પીએસઆઈ તરીકે સ્ટેટ વીજીલન્સ સહિતની મહત્વની બ્રાન્ચ બાદ મોરબી ખાતે એ ડિવિઝન પોલીસ મથકમાં ડી સ્ટાફ પીએસઆઈ ના કાર્યકાળ દરમ્યાન અનેક ગુનેગારો ને ભો ભીતર કરી દીધા હતા ત્યારે દબંગ અને પોતાની આગવી ઢબથી કામ કરતા જાણીતા પીએસઆઈ કે.એચ.ભોચિયની મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ તરીકે પસંદગી કરવામાં આવતા આગામી સમયમાં મોરબીનાં ગુનેગારો માટે કપરો સમય આવશે તેમ કહેવામાં કોઈ નવાઈ નથી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!