જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે ધોળા દિવસે ભરબજારમાં યુવાનની હત્યા નિપજાવવામા આવી હતી. આ હત્યા પ્રકરણમાં સંડોવાયેલ આરોપી મોરબી જેલ હવાલે કરાયા હતા જે આરોપીઓને જામનગર કોર્ટમાં તારીખમાં રજૂ કરવા પોલીસે ફોર્ચ્યુનર કાર સહિત સવલતો આપી હોવાનો વિડીયો વાયરલ થયો છે.
ધ્રોલમાં દિવ્યરાજ સિંહ જાડેજાના હત્યા પ્રકરણમાં જેલહવાલે રહેલા આરોપીઓને જામનગર કોર્ટમાં તારીખ વેળાએ પોલીસે ફ્રોચ્યુંનર કારમાં લઇ જઇ પોલીસ જાપ્તા દરમ્યાન સવલતો આપી હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક ચર્ચા જાગી હતી. આ મામલે મોરબી એસપી સુબોધ ઓડેદરાએ આકરા પાણીએ થઈ તાત્કાલિક પોલીસ બંદોબસ્તમાં તૈનાત બે પોલીસકર્મીઓ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા રાજેશભાઇ અને જગદીશભાઈને સસ્પેન્ડ કરી દાખલારૂપ કામગીરી કરી છે.