મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સગીર વયની દીકરીનું લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરીને શારીરિક સબંધ બાંધવામાં આવ્યો છે. તેવી ફરિયાદ દાખલ કરાતા કોર્ટ દ્વારા આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૩૨,૦૦૦ નો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશ ખાતે રહેતા ફરિયાદી સગીર દીકરી ને આરોપી સગીર હોવાનું જાણતો હોવા છતાં લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઈ જઈ ભાડલા ગામે તેમજ આમરણ ગામે રાખી તેની સાથે વારંવાર શરીર સબંધ બાંધી ગર્ભવતી બનાવી વારંવાર જાતીય સતામણી કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થતા આરોપી ધર્મેન્દ્ર પૂનમસિંગ મેડા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી હતી.
જે કેસ મોરબી સ્પેશિયલ પોકસો કોર્ટ માં ચાલી જતા કોર્ટે ૧૨ મૌખિક પુરાવા અને ૩૩ દસ્તાવેજી પુરાવા ને આધારે તેમજ સરકારી વકીલ સંજયભાઈ.સી.દવે અને નીરજભાઈ ડી.કારિયા ની દલીલો ને ધ્યાનમાં રાખીને આરોપી ધર્મેન્દ્ર પૂનમસિંગ મેડા ને આઇપિસિ ૩૬૩ માં ગુન્હામાં પાંચ વર્ષની સજા અને ૫૦૦૦ રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કરાયો છે.જ્યારે આઇપીસિ ૩૬૬ મુજબના ગુન્હામાં આરોપીને સાત વર્ષની સજા અને ૭,૦૦૦ રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા અને આઈપિસિ ૩૭૬(૨)(એન) અને ૩૭૬(૩) સાથે પોકસો એક્ટ ૫(એલ),૬ મુજબના ગુન્હામાં ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા ફરમાવવામાં આવી છે.
તેમજ ભોગ બનનારને ધી વિકટીમ કમ્પેનશેશન સ્કીમ મુજબ ત્રણ લાખ વળતર ચૂકવવાનો અને આરોપી દંડ ભરે તો ૩૨,૦૦૦ એમ કુલ ત્રણ લાખ બત્રીસ હજાર નું વળતર ચૂકવવાનો હુકમ જાહેર કર્યો છે. જેમાં આરોપીને ૨૦ વર્ષની સજા અને ૩૨,૦૦ નો દંડ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.