મોરબીમાં સ્ટેટ વિજિલન્સ ની ટીમ જાણે ડેરા તંબુ નાખ્યા હોય તેમ એક પછી એક રેડ પડી રહી છે પરંતુ આ રેડ કેમ પડે છે એ પણ મોટો સવાલ છે. આખા રાજ્યમાંથી વિદેશી દારૂનો ટ્રક મોરબી આવીને જ કેમ પકડાઈ છે. શું કોઈ મોરબીને ટાર્ગેટ કરી રહ્યું છે ? જો કે આ ચર્ચા તો આગામી દિવસોમાં આપણે કરીશું પંરતુ આજે ફરી મોરબી માં સ્ટેટ વિજિલન્સ ની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.
મોરબીના રાજપર રોડ પર શનાળા ગામની હદમાં આવેલ એક ગોડાઉન માં વિદેશી દારૂનો ટ્રક આવવાનો હોય તેની માહિતી સ્ટેટ વિજિલન્સની ટીમને મળી હતી જેના આધારે એક શંકાસ્પદ ટ્રક એક ગોદામ માં જતો હોવાનું માલુમ પડતા ટ્રક ગોડાઉન માં ઘૂસતા જ સ્ટેટ વિજિલન્સની ટીમ પણ ગોડાઉનમાં ઘૂસી હતી જેમાં ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતરવાની હજુ શરૂઆત થઈ હતી અને સ્ટેટ વિજિલન્સ ની ટીમે આ જથ્થો પકડી પાડ્યો હતો સાથે સાથે રાજ્થાનના ચાર ઇસમોને પણ સ્થળ પરથી પડી પાડ્યા છે.સ્ટેટ વિજિલન્સ ટીમના અધિકારીઓ સાથે વાત કરી આ જથ્થો આશરે 1000 પેટી હોવાનું માલુમ પડ્યું છે જેની કિંમત લાખોમાં થાય છે તો બીજી બાજુ આ ગોડાઉન કોનુ હતું અને આ જથ્થો કોણે મંગાવ્યો હતો ? એ દિશામાં આગામી સમયમાં તપાસ હાથ ધરવામાં આવશે હાલ સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ દ્વારા મોરબી શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.સૂત્રો માંથી જાણવા મળતી વિગતો અનુસાર આ તમામ ચારેય આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને છેલ્લા ત્રણ દિવસથી જ ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં પોલીસ તપાસમાં સત્ય શું છે એ બહાર આવશે હાલ મોરબી સ્ટેટ વિજિલન્સ ની ટીમ દ્વારા જંગી જથ્થો પકડી લેવાતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.