મોરબી નગરપાલીકા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે જેને કારણે શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ કોંગ્રેસ શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સવાલો ઉઠાવતા જણાવ્યું કે આજરોજ નગરપાલિકા કચેરી ખાતે સ્ટ્રીટ લાઈટ લગાવવાના વાહનો કોઈના કોઈ કારણે ધૂળ ખાતા નજરે પડ્યાં છે ત્યારે શહેરીજનોના ટેક્સના પૈસાનો વેડફાટ કરતા વિપક્ષને સતા સોપો અમે જવાબદારી લેવા તૈયાર છીએ તેમ પણ જણાવ્યું હતું.
મોરબી નગરપાલીકા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે જેને કારણે શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સવાલો ઉઠાવતા કહ્યું કે દિવાળી જેવા મહત્વનાં તહેવારોમાં પણ મોટા ભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હતી જે આજે પણ બંધ છે. આજરોજ મોરબી નગરપાલીકાની મુલાકાત લેતા માલુમ પડ્યું કે સ્ટ્રીટ લાઈટ લગાવવા માટેનાં જે વાહનો છે તે પાર્કિંગ માં કોઈ ને કોઈ ખામી નાં હિસાબે ધુળ ખાઈ રહ્યા છે. તો શું મોરબીનાં લોકોનાં ટેક્સનાં પૈસાનો સદઊપયોગ આ પાલીકાનાં વહીવટદારો નહીં કરી શકે. ? શું નગરપાલીકા નાં સત્તાધીશોને લોકોની ચિંતા નથી.?, ગટર સાફ કરવાનાં જેટીંગ મશીન પણ બંધ છે.?, દિવાળી પહેલા નવી આવેલી સ્ટ્રીટ લાઈટ લગાવવા માટે પાલીકાનાં તંત્રને શું હજું સમય નથી મળ્યો ? માટે કડક અને સ્વચ્છ છબીનો વટ પાડતા અધિકારીઓને લોકોની મહેનતનાં પૈસાનો સદઉપયોગ કરતા શીખવાડવું પડશે ? જો તમે લોકોનાં પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ ન લાવી શકતા હો તો મહેરબાની કરીને મોરબી નગરપાલીકાને નામ બદલાવી મોરબી ગ્રામ પંચાયત કરો અથવા વિપક્ષ તરિકે અમને જવાબદારી સોપો મોરબીમાં વિપક્ષ યોગ્ય કામ કરવાની જવાબદારી લેવા તૈયાર છે તેમ પણ મોરબી શહેર કોંગ્રેસ શહેર સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.