મોરબી શહેરના વાવડી રોડ સ્થિત ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જયોતિબેન રમેશભાઇ પરમાર ઉવ.૪૬ એ લોનના હપ્તો ભરવાના તણાવને કારણે એસિડ પી લઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી હતી.
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા અને ફેબ્રિકેશનના ધંધાર્થી રમેશભાઈ જેન્તીભાઈ પરમાર દ્વારા પોલીસને આપેલ વિગતો મુજબ તેમની પત્ની જયોતિબેન પરમારે ઉજીવન બેંકની મહિલા મંડળીમાંથી છેલ્લા એક વર્ષ પહેલા ૪૫.૦૦૦ ની લોન લીધેલ હતી અને તેનો દર મહિને ૨૬.૦૦ રૂપિયાનો હપતો ભરવાનો આવતો હતો અને આજરોજ આ હપતો ભરવાની તારીખ હોય જેથી બે-ત્રણ દિવસથી આ હપ્તાના રૂપીયાનુ સેંટિગ થયેલ ના હોય જેથી ટેન્શનમા આવી તેણીએ એસીડ ગટગટાવી લેતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.