મોરબીમાં કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાત્રી કર્ફયુ તથા મીની લોકડાઉન લગાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા આ રાત્રી કર્ફયુ ,જાહેરનામાંનું ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં ૩૧ જેટલાં લોકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી હતી જેમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં ગઈકાલે આ આદેશનો ભંગ કરી જયવીર એલ્યુમિનિયમ દુકાન, શિવ ફ્રેબીકેશન દુકાન, અકશા ઇલેક્ટ્રિક દુકાન અને ચાની દુકાન ખુલ્લી રાખનાર આ ચારેય વેપારીઓ, ઉપરાંત શહેરના જાહેર માર્ગો ઉપર માસ્ક વગર નીકળેલા ૯ લોકો, કરફ્યુમાં લટાર મારવા નીકળેલા ૭ લોકો અને કફર્યુમાં મુસાફરોની હેરાફેરી કરતા રીક્ષા ચાલક, વાંકાનેરમાં માસ્ક પહેર્યા વગર નીકળી દંડની આનાકાની કરતા રીક્ષા ચાલક, વેપારના સ્થળે માસ્ક ન પહેરી ભીડ એકત્ર કરનાર શાકભાજીનો થડાવાળો, કટલેરીની દુકાનના માલિક, નિયમ કરતા વધુ પેસેન્જર ભરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૫ રીક્ષા ચાલકો અને માસ્ક વગર નીકળેલા એક વ્યક્તિ, માળીયામાં શાકભાજીની લારીના ધારક તેમજ હળવદમાં નેગેટિવ રિપોર્ટ વગર ધંધો કરતા રીક્ષા ચાલક સામે પોલીસે કાર્યવાહી કરી હતી