Thursday, December 26, 2024
HomeGujaratમોરબી:ભારતના ડેલિગેશન દ્વારા પોર્ટુગલમાં આંતરરાષ્ટ્રીય મીટીંગમાં ચીનના પ્રસ્તાવનો શક્તિશાળી વિરોધ

મોરબી:ભારતના ડેલિગેશન દ્વારા પોર્ટુગલમાં આંતરરાષ્ટ્રીય મીટીંગમાં ચીનના પ્રસ્તાવનો શક્તિશાળી વિરોધ

ઇલ્હાવો સિટીમાં યોજાયેલી ISO TC/189 ની મીટીંગમાં ભારતનો મહત્વનું પ્રતિનિધિત્વ

- Advertisement -
- Advertisement -

આ મીટીંગ દરમિયાન ચીન તરફથી “ઇલાસ્ટિક મોડ્યુલસ ફોર સબસ્ટ્રેટ્સ એન્ડ ગ્લેઝ લેયર” નામના ફરજીયાત ટેસ્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે દાખલ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ભારતના પ્રતિનિધિ દ્વારા આ પ્રસ્તાવનો કડક વિરોધ નોંધવામાં આવ્યો, જેને અમેરિકા, ઈટાલી, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને તુર્કીના ડેલિગેટ્સ દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો.

મોરબી સીરામીક એસોસિએશનની પ્રેસ યાદીમાં જણાવ્યા અનુસાર તારીખ ૨૧ નવેમ્બરના રોજ પોર્ટુગલમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશનની વર્કીંગ કમિટીની મીટીંગ યોજાયેલ હતી. જેમાં આઇએસઓ ટીસી/૧૮૯ ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. જેમાં પુરા વિશ્વભરમાંથી ૨૯ દેશ સભ્ય છે. તેમાંથી ૨૧ દેશના ડેલિગેશન આઇએસઓ ટીસી /૧૮૯ ની મીટીંગમાં હાજર રહેલ. આ વર્કિંગ કમીટીની મીટીંગ પોર્ટુગલ ના ઇલ્હાવો સિટીમાં તા. ૨૧ થી  ૨૩ નવેમ્બર આયોજીત થયેલ. જેમાં ભારતીય ડેલિગેશન  ના પ્રતિનિધી તરીકે ચાર મેમ્બર આ મીટીંગ માં હાજરી આપવા ઇલ્હાવો-પોર્ટુગલમાં હાજર રહ્યા હતા. જેમાં પ્રસાંત  યાદવ- સેક્રેટરી બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ-દિલ્હી, પ્રિજમ જોનસન લિમિટેડ-દેવાસ એમપી- આર એન્ડ ડી હેડ સુદિપ્તો સાહા અને મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશ બોપલિયા, જેરામભાઇ કાવર- નેશનલ સેરા લેબ હાજરી આપેલ હતી.

આ કમિટી મીટીંગમાં ૨૧ નવેમ્બર ૨૦૨૪ ના રોજ ચાઇના તરફથી ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર  સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજીયાત દાખલ કરવા માંગતા હતા અને આ બાબતની ટેસ્ટ મેથડ રજુ કરેલ હતી. જેમાં ભારતીય ડેલિગેશન તરફથી જોરદાર વિરોધ નોંઘાવેલ હતો અને આ વિરોધને ટેકો આપવા માટે અમેરિકા, ઇટાલિ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલયા અને તર્કીના ડેલિગેશન આગળ આવ્યા હતા અને ધારદાર રજુઆત કરી હતી. ચાઇના સામે ભારતના આ વિરોધની કમિટીના ચેરમેન ડો.સેન્ડર્સ જોહ્ન પી.- અમેરિકાએ નોંધ લઇને ભારતની તરફેણમાં નિર્ણય આપવા માટે આશ્વાશન આપેલ હતુ. આ નિર્ણયની માહીતી મિટીંગની મીનિટ નોંધમાંથી નોંધ પડ્યે નક્કી થશે કે ચેરમેને શુ ચુકાદો આપ્યો ? આ કમિટીમાં ચેરમેનનો ચુકાદો આખરી અને ફાઇનલ હોય છે.

આ ટેસ્ટ આવવાથી આપણા મોરબીના જીવીટી બનાવતા એકમોને ઘણી બધી નુકસાની જાય તેમ છે. કારણ કે આ ટેસ્ટ મુજબની ગુણવતા માટેની ટાઇલ્સ બનાવવા માટે આપણા ભારતમાં આ સ્ટાન્ડર્ડ માટેનુ રો મટીરીયલ અવેલેબલ નથી. જો આ ટેસ્ટ આંતરરાષ્ટ્રિય સ્ટાન્ડર્ડમાં આવે તો આ મુજબની ગુણવતાવાળી ટાઇલ્સ બનાવવા માટે ભારતે બીજા દેશ પર રો મટીરીયલ્સ માટે આધારીત રહેવુ પડે.

આ તકે ચાઇનાની મેલી મુરાદને સમયે પારખીને ભારતીય ડેલિગેશને બિન જરુરી ટેસ્ટ મેથડનો વિરોધ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!