Tuesday, November 19, 2024
HomeGujaratરાજ્ય કક્ષાના કલા મહાકુંભ 2022-23માં નિબંધલેખન સ્પર્ધામાં મોરબીની વિદ્યાર્થિનીએ દ્વિતીય ક્રમાંક મેળવ્યો

રાજ્ય કક્ષાના કલા મહાકુંભ 2022-23માં નિબંધલેખન સ્પર્ધામાં મોરબીની વિદ્યાર્થિનીએ દ્વિતીય ક્રમાંક મેળવ્યો

રાજ્ય સરકારના રમત, ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજીત રાજ્ય કક્ષાના કલા મહાકુંભ 2022-23માં મોરબીની વિદ્યાર્થીએ ડંકો વગાડ્યો છે. ગુજરાત પ્રદેશ કક્ષાનાં કાર્યક્રમમાં નડીયાદ ખાતે જઈ પ્રથમ નંબર હાંસલ કર્યા બાદ હવે રાજ્ય કક્ષાના કલા મહાકુંભ 2022-23માં મોરબીની વિદ્યાર્થીએ મોરબી જિલ્લાને ગૌરવાન્વિત કરાવ્યો છે.

- Advertisement -
- Advertisement -

રાજ્ય સરકારના યુવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાનું કલા મહાકુંભ 2022-23 તારીખ 06-03-2023 ને સોમવારના રોજ કે. કે. પારેખ & મહેતા આર. પી. વિદ્યાલય-અમરેલી ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયેલ હતું. જેમાંથી 16 થી 20ની વયજૂથમાં નિબંધલેખન સ્પર્ધામાં ભાગ લેનાર મોડેલ સ્કૂલ મોટીબરારની વિદ્યાર્થિની અવનીબેન અજયભાઈ ડાંગર એ રાજ્ય કક્ષાએ ભાગ લઈ દ્વિતીય ક્રમાંકે વિજેતા થઈ છે અને મોડેલ સ્કૂલ મોટીબરાર અને મોરબી જિલ્લાનું અને પોતાના પરિવારનું ઝળહળતું ગૌરવ બની નામ રોશન કરેલ છે. આ યશસ્વી સફળતા બદલ મોડેલ સ્કૂલના આચાર્ય બી.એન. વીડજા અને શાળા દ્વારા સહર્ષ અભિનંદન પાઠવ્યા હતા. અને આવી જ રીતે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી ઉજ્જ્વળ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવેલ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!