શ્રી વડવાળા યુવા સંગઠન મોરબી દ્વારા તા. ૦૩/૦૫/૨૦૨૫ ના રોજ જે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જે હાલ મોકૂફ રખાયું છે.
મોરબીના ખાખરાળા ગામ ખાતે રહેતા રબારી સમાજના યુવાન કિશનભાઈ જગદિશભાઈ કરોતરાની હત્યા કરી નાખવામાં આવી છે.જે દુઃખદ બનાવને કારણે રબારી સમાજમાં ઘેરા શોકની લાગણી હોય તેથી વડવાળા યુવા સંગઠન દ્વારા વિધાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ હાલ પુરતો મોકુફ રાખવામાં આવ્યો છે. જેની રબારી સમાજને જાણ કરવામાં આવી છે.