Thursday, August 14, 2025
HomeGujaratમોરબી:બગથળા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-૩નું મોડલ બનાવી શાળાનું ગૌરવ વધાર્યું

મોરબી:બગથળા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-૩નું મોડલ બનાવી શાળાનું ગૌરવ વધાર્યું

મોરબીની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બગથળાના વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું છે. વિધાર્થીઓએ ચંદ્રયાન-૩નું મોડલ બનાવી શાળા દેશભક્તિની લાગણી સાથે વૈજ્ઞાનિક જિજ્ઞાસાને વેગ અપાવ્યો સીજે.

- Advertisement -
- Advertisement -

મોરબીની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બગથળા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ધોરણ 11ની વિદ્યાર્થિનીઓએ અદ્ભુત સર્જનાત્મકતા દાખવી છે. શાળાના આચાર્ય હેતલબેન ગેડીયા તથા શિક્ષકગણ કિરણભાઈ, દીપભાઈ, ધર્મિષ્ઠાબેન અને શીતલબેનના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિની ચાવડા અવની, ચાવડા હર્ષા, ઠોરીયા સંતોષ અને રામાનુજ દિયાએ ચંદ્રયાન-૩નું આકર્ષક મોડલ બનાવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ મોડલ ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠનની તાજેતરની સફળતા ચંદ્રયાન-૩ મિશન પરથી પ્રેરિત છે. વિદ્યાર્થિનીઓએ પોતાના પ્રયત્ન અને કલાત્મકતા દ્વારા ચંદ્રયાન-૩ના દરેક ભાગને સુંદર રીતે રજૂ કર્યું છે. જેનાથી દેશભક્તિની લાગણી સાથે વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પણ વેગ મળ્યો છે. ત્યારે શાળા પરિવાર અને ગામના લોકોએ વિદ્યાર્થિનીઓના આ પ્રયત્નને વધાવી લીધો અને તેમને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!