મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની અનોખી પહેલ : જાતે રાખડી બનાવી દેશની સુરક્ષા કરતાં સૈનિકોની રક્ષા માટે મોકલી
મોરબીની ભરતનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વ્યોમ સંદીપભાઈ લોરીયા અને તેજસ્વી ભરતભાઈ ફેફર બંને નાના વિદ્યાર્થીઓને વિચાર આવ્યો કે માઇન્સ ડીગ્રી ઠંડીમાં રહી દેશની સુરક્ષા કરે છે એમની રક્ષા માટે કંઈક કરવું જોઈએ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દેશની સેનાના જવાનો સરહદ પર પરિવારથી ખુબજ દૂર ફરજ બજાવે છે તેમનાં માટે બંને બાળકોએ જાતે સ્વ નિર્મિત વેસ્ટમાંથી બેસ્ટ રાખડી બનાવી ૭૨માં વન મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાત સરકાર મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ.પૂ.કનકેશ્વરી માં, સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પરસોત્તમ સાબરીયા, કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી સહિતના અગ્રણીઓની હાજરીમાં રાખડી અર્પણ કરી બાદમાં પોસ્ટ મારફત રાખડી સૈનિકોને મોકલી આપી છે. તમામ ઉપસ્થિત મહાનુભાવોએ બંને બાળકોની રાષ્ટ્રભાવનાને બિરદાવી અને ધન્યવાદ આપ્યા હતા.