મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામ થયેલ આતંકવાદી હુમલા વિરૂદ્ધ બાઈક રેલી યોજી કલેકટરને આવેદન પત્ર પાઠવી આતંકવાદી દ્વારા કરવામાં આવેલ હુમલાની નિંદા કરી પોસ્ટરો સાથે રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
મોરબીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસે આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાની નિંદા કરતા પોસ્ટરો સાથે મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. પાકિસ્તાન મુર્દા બાદ, આતંકવાદ નાબૂદ કરોના સૂત્રો લખેલ બેનરો સાથે રેલી યોજાઇ હતી. મોરબીના જૂના બસ સ્ટેન્ડથી શરૂ કરી કલેક્ટર ઓફિસ સુધી રેલીનું યોજી કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.