મોરબી તાલુકા પોલીસ મથકમાં બે અને વાંકાનેર તાલુકા પોલીસ માથાંમાં એક એમ કુલ ત્રણ અપમૃત્યુના બનાવમાં તળાવીયા શનાળા, ઘુંટુ તથા વાંકાનેરના રાતાવીરડા ગામ ખાતે ત્રણ વ્યક્તિના અકાળે મૃત્યુના બનાવ અંગે પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે રહેતા ભરતભાઇ મગનભાઈ કગથરા ઉવ.૪૦ ગઈકાલ તા.૦૮/૦૧ના રોજ મૃતક ભરતભાઇ પોતાના ઘરે હોય ત્યારે તેમના સાઢુંભાઈ હરખાભાઈ પાસે આઈસ્ક્રીમ મંગાવ્યો હોય જેથી હરખાભાઈ આઈસ્ક્રીમ લઈને મૃતક ભરતભાઇના ઘરે પહોંચતા જ્યાં ભરતભાઇ સુતા હોય જેથી તેમને ઉઠાડતા તે જાગેલ નહીં જેથી હરખાભાઈ તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા, ત્યારે સમગ્ર બનાવ મામલે તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે પીએમ સહિતની કામગીરી હાથ ધરી અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવમાં પવનકુમાર મહેશપ્રસાદ ઉવ.૩૭ રહે-રોલટાસ પેપર એલ.એલ.ટી ઘુંટુ ગામ તા.જી.મોરબીવાળો ગઈકાલ તા.૦૮/૦૧ના રોજ ઉપરોક્ત રોલટાસ કારખાનામાં કામ કરતી વખતે બોરમીલ મશીનમાં આવી જતા પવનકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના ત્રીજા બનાવની મળતી માહિતી અનુસાર, વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સ્પેકોન કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના બડારી સુલખાના ગામનો વતની મહેંદ્રસિંહ પ્રેમલાલસિંહ ઉવ.૨૬ ગઈકાલ તા. ૦૮/૦૧ના રોજ સ્પેકોન કારખાનાના લેબર ક્વાર્ટ્ર્સના પહેલા માળની પાળી ઉપરથી અકસ્માતે નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નીપજ્યું હતું, મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે સ્પેકોન કારખાનાના સુપરવાઈઝર સંજયભાઈ કાવર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ. મોત રજીસ્ટર કરી આગળની તજવીજ હાથ ધરી છે.