જેમાં મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ ઉમા રેસિડેન્સી સોસાયટીમાં પોતાના મામાને ઘરે વેકેશન ગાળવા આવેલ પર્વ ભાવેશભાઈ વિડજા નામના સાત વર્ષીય બાળકનું ગત તારીખ ૦૩ જૂન ના રોજ સાંજના સમયે સોસાયટીના ગેઇટ પાસે બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઈ જગોદરા દ્વારા ગોલો ખવડાવવાની લાલચ આપી ફોસલાવી ને બાઇકમાં બેસાડી લઈ જઈને અપહરણ કરવામાં આવ્યું હતું.
જે બાદ બાળકના પરિજનો દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરતા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ના માર્ગદર્શન હેઠળ તાબડતોબ મોરબી તાલુકા પીઆઇ વિરલ પટેલ, મોરબી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા દ્વારા અલગ અલગ ૩૫ જેટલી ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ નળ કામે લગાડી તથા ટેક્નિકલ સર્વેલન્સ ને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જે દરમિયાન મોરબી પોલીસને માહિતી મળી હતી કે અપહરણ કર્તા બાળક સાથે ધ્રાંગધ્રા થઈને માલવણ તરફ ગયો છે જેથી તે દિશામાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી બાળક સાથે જામનગરમાં છે જેથી મોરબી પોલીસ દ્વારા જામનગર પોલીસને જાણ કરવામાં આવી હતી અને મોરબી પોલીસની ટીમ પણ જામનગર જવા રવાના થઈ હતી જ્યાંથી આરોપી રાજેશ અને બાળક બન્ને મળી આવ્યા હતા અને બાળક ને ઝડપી શોધવાની કામગીરી દરમિયાન આરોપી પોલીસના ડરથી બાળકને કોઈ નુકશાન ન પહોંચાડે એવા પડકારો વચ્ચે બાળકને હેમખેમ શોધી કાઢવાની પ્રસંશનીય કામગીરી ને બિરદાવતા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા,તાલુકા ભાજપ ઉપપ્રમુખ બચુભાઈ અમૃતિયા અને તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.