ગઈકાલે ૧૫ મી ઓગસ્ટ ના રોજ સમગ્ર દેશમાં ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી અને મોરબી જિલ્લામાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે મોરબી તાલુકા કક્ષાની ઉજવણી જુનાનાગડા વાસ ગામે કરાઈ હતી.
જેમાં જુના નાગડાવાસ ખાતે મોરબી ગ્રામ્ય મામલતદાર નિખીલ ભાઈ મહેતા ની અધ્યક્ષતામાં થયેલ મોરબી તાલુકા કક્ષાની આ ઉજવણીમાં ધ્વજ વંદન, રાષ્ટ્ર ગાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા હતા.જેમાં મોરબી તાલુકા પીઆઈ ,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધીકારીબાળવિકાસ યોજના અધિકારી હાજર રહયા હતા પરંતુ કૃષિ વિભાગ અધિકારી,આરોગ્ય વિભાગ અધિકારી,સિંચાઇ વિભાગ અધિકારી,પંચાયત વિભાગ અધિકારી,વીજ પુરવઠા અધિકારી ગેર હાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયાં હતા. તેમજ સરકારી વિભાગો સહિત શાળાઓમાં પણ દરેક જગ્યાએ ૧૫ મી ઓગસ્ટ ના રોજ લોકો ધ્વજ વંદન કરી શકે તે માટે જાહેર રજા હોય છે. અને સરકારી અધિકારીઓ પણ ફરજીયાત હાજર રહેવું પડતું હોય છે પરંતુ મોરબી તાલુકા કક્ષાની ઉજવણી માં અનેક અધિકારીઓ ગેર હાજર રહેતા તર્ક વિતર્ક સર્જાયા છે.
તેમજ તાલુકા પંચાયત પ્રમુખ,સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અને તેના કારોબારી સભ્યો,જીલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેન અને કારોબારી સભ્યો તથા તાલુકા ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલ પ્રતિનિધિઓને સમય છે પરંતુ પ્રજાનો પગાર લેતા અધિકારીઓની પાંખી હાજરી જોવા મળી હતી.