મોરબી તાલુકા પોલીસે અલગ અલગ ચાર સ્થળોએ જુગારના દરોડા કરી ૧૨ સહજહાંસોને ઝડપી લેવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે દરોડા દરમિયાન કુલ રોકડા રૂ.૮,૬૧૦/- જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુગારના પ્રથમ દરોડામાં ઘુંટુ ગામ નજીક હરિઓમ પાર્ક સોસાયટી સામે નાગબાઈni ડેરી પાછળ તીનપત્તીનો જુગાર રમતા સંજયભાઇ અવચરભાઇ જંજવાડીયા ઉવ-૨૧ રહે-વીસીપરા દશામાના મંદિર પાસે ચોકમા મોરબી-૧ તથા રાહુલભાઇ રાજેશભાઇ દુદકીયા ઉવ-૧૯ રહે-ત્રાજપર ખારી ચોરાવાળી શેરી તા-જી-મોરબીને કુલ રાકડાં રૂ.૩૪૦/- સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે બીજા દરોડામાં મોરબી તાલુકાના મકનસર ગામે બેન્કવાળી શેરીમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા બાબુભાઇ જગાભાઇ રાતેયા ઉવ.૫૮ રહે-નવા મકનસર તા.જી.મોરબી, જગદીશભાઇ ધીરૂભાઇ દેગામા ઉવ.૩૮ રહે-નવા મકનસર તા.જી.મોરબી, ભગવાનજીભાઇ કાનજીભાઇ દેગામા ઉવ.૬૮ રહે-નવા મકનસર તા.જી.મોરબીને રોકડા રૂ.૩,૬૧૦/- સાથે ઝડપી લઇ આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા દરોડામાં ભડીયાદ ગામમાં રામાપીરના ઢોરે આવેલ રામાપીર મંદિરની બાજુમાં જાહેરમાં નસીબ આધારિત પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા અનિલભાઇ સોમાભાઇ જંજવાડીયા ઉવ.૨૭, નાથાલાલ છગનભાઇ સીતાપરા ઉવ.૨૯, રાહુલભાઇ રમેશભાઇ જંજવાડીયા ઉવ.૧૯, રાજેશભાઇ મનસુખભાઇ બોહકીયા ઉવ.૩૦ તમામ રહે.ભડીયાદ ગામ વાળાને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧,૪૪૦/- સાથે પકડી લઇ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જયારે ચોથા જુગારના દરોડામાં નવા મકનસર ગામે પાણીની ટાંકી પાસે જાહેરમાં તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા શંકરભાઇ ટીકુભાઇ દેગામા ઉવ.૩૦, રમેશભાઇ ઉર્ફે ડેની બાબુભાઇ દેગામા ઉવ.૩૨, શૈલેષભાઇ ધીરૂભાઇ દેગામા ઉવ.૩૨ બધા રહે-નવા મકનસર ત.જી.મોરબીને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઇ જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૩,૨૨૦/-સાથે ઝડપી લઇ મોરબી તાલુકા પૉલ્યૂસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.